તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધૂકાના બંધ મકાનના તાળા તૂટ્યા રૂપિયા 98 હજારની મત્તા ગાયબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકાનીક્રિષ્ના રેસીડેન્સીમાં રાત્રિના 2 થી 4 ના કોઇ પણ સમયે ધંધૂકાની ક્રિષ્ના રેસીડેન્સીના બંધ મકાનના તાળા તેમજ નકુચા તોડી કોઇ અજાણ્યા ચોરોએ રૂ.98,500 ના મુદામાલની ચોરી કર્યાનો બનાવ બનવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ક્રિષ્ના રેસીડેન્સીમાં ચોરી થઇ ચૂકી છે.

પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર ધંધૂકા પોલીસ સ્ટેશનમાં કિશોરસિંહ લાલભા ચુડાસમા (રહે. ક્રિષ્ના રેસીડેન્સી)એ ચોરી બાબતની ફરીયાદ નોંધાવી છે. જેમાં સોનાની ચેન 5 તોલા કિ.રૂ.60 હજાર, સોનાની હાથમાં પહેરવાની લકી 3 તોલાની કિ.રૂ.36 હજાર, કાંડા ઘડીયાળ કિં.રૂ.1 હજાર તથા રોકડ રૂપિયા 1500 મળી કુલ રૂ.98,500 ના મુદામાલની ચોરીની ફરીયાદ થતાં આગળની તપાસ પોસઇ જે.વી. રાઠોડ ચલાવી રહ્યા છે.

તસ્કરોએ મકાનમાં ત્રાટકીને સોનાના દાગીના સહિતની વસ્તુઓ ચોરી ગયા હતા.તસવીર -હર્ષદ દવે

ક્રિષ્ણા રેસિડેન્સીમાં અગાઉ પણ ચોરી થઇ ચૂકી છે

સોનાની ચેન, કાંડા ઘડિયાળ, સોનાની લકીની ચોરી

અન્ય સમાચારો પણ છે...