તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાજોરા ગામે ખેતર ખેડવા બાબતે મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાજોરાના જગદીશ બારીયા મહારાજનું ખેતર ખેડવા ગયા હતા. તેઓને અર્જુન ધનાભાઇએ ટ્રેકટર રોકી કહ્યું કે મારે મહારાજ પાસે 10 હજાર લેવાના બાકી છે. અને તું ખેતર ખેડી આવ્યો કહી અપશબ્દો બોલી માર મારતા જગદીશ દ્વારા પોલીસમાં ફરિયાદ અપાઇ હતી.

અર્જુનભાઇ ધનાભાઇ બારીયાને નટવરભાઇ પરસોત્તમદાસ મહારાજ પાસે ગયા વર્ષે ખેતર ખેડવાના રૂ.10 હજાર લેવાના બાકી હતી. અને આ વર્ષે ગામના અન્ય ટ્રેકટરવાળા તથા આ કામના ફરિ્યાદી જગદીશભાઇ પાસે ખેતર ખેડાવ્યુ હતુ. આ બાબતની દાઝ રાખી આરોપી અર્જુનભાઇએ ગત રોજ તા.27ની બપોરે ફરી ખેતર ખેડી આવતો હતો. તે વખતે તેને થોભાવી મારે મહારાજ પાસે રૂપિયા લેવાના બાકી છે. અને તું ખેતર કેમ ખેડી આવ્યો આમ કહી ગાળો આપતા ગાળો ન બોલવાનું ના કહેતા આરોપીએ લાકડી માથામાં તથા કપાળ પર મારી અને કમળીબેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે પોલીસે ફરિ્યાદ થતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...