Divya Bhaskar

Home » Madhya Gujarat » Dahod District » Devgadh Baria » Devgadh Baria - અમદાવાદ, આણંદ, નડીઆદ, વડોદરા, દેવગઢ બારિયાના પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા

અમદાવાદ, આણંદ, નડીઆદ, વડોદરા, દેવગઢ બારિયાના પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:16 AM

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા વિસ્તારમાં ઘનઘોર જંગલ વિસ્તાર આવેલો છે. જેમાં ચોમાસાની સીઝનના કારણે જંગલ...

  • Devgadh Baria - અમદાવાદ, આણંદ, નડીઆદ, વડોદરા, દેવગઢ બારિયાના પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા

    દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા વિસ્તારમાં ઘનઘોર જંગલ વિસ્તાર આવેલો છે. જેમાં ચોમાસાની સીઝનના કારણે જંગલ વિસ્તાર લીલોછમ બન્યો છે. ત્યારે સ્થાનિક નાયબ વન સંરક્ષક દ્વારા ટ્રેકીંગ ફેસ્ટીવલ કેમ્પનું આયોજન કરતા તેમાં અનેક પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતા. 8 કિ.મી.ના ટ્રેકીંગમાં વનકર્મીઓએ વન્ય પેદાશો વૃક્ષો તેમજ વન્ય પશુની ઓળખ આપી ટ્રેકીંગમાં આવેલા શહેરીજનો જંગલ વિસ્તાર જોઇ ખુશ ખુશાલ થઇ ગયા હતા.

    દેવગઢ બારિયાના સાગટાળા વિસ્તારમાં અનેક મોટા ઘનઘોર જંગલ વિસ્તાર આવેલો છે જે જંગલમાં પ્રકૃતિ પ્રેમીઓ ફરી શકે તે માટે દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક જે.એલ.ઝાલા દ્વારા ટ્રેકીંગ ફેસ્ટીવલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ એક કેમ્પ સેવનીયાના જંગલોમાં યોજાયો હતો. જ્યારે આજરોજ તારીખ 16/9/2018ના રોજ બીજો કેમ્પ પાચીયાશાળના જંગલમાં 8 કિ.મી.ના અંતરનો ટ્રેકીંગ કેમ્પ યોજાયો જેમાં અમદાવાદ, આણંદ, નડીઆદ, વડોદરા, દેવગઢ બારિયાના પ્રકૃતિ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્યારે આ કેમ્પમાં મહિલાઓ પણ નાના બાળકો સાથે મોટી સંખ્યામાં જોવા મળી હતી. ત્યારે 170 જેટલા પ્રકૃતિ પ્રેમીઓ સાથે સ્થઆનિક આર.એફ.ઓ. સામતસિંહ પટેલ તેમજ સ્ટાફ સાથે રહીને ટ્રેકીંગમાં આવેલા લોકોને જંગલની પરિસ્થિતિથી વાકેફ કરી જંગલમાં

    ...અનુ. પાન. નં. 2

    ટ્રેકિંગ કેમ્પ

    બારિયાના સાગટાળા રેન્જના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કેમ્પ યોજાયો

    170થી વધુએ ભાગ લઇ 7 કિ.મી સુધીનું ટ્રેકિંગ કર્યુ: આ કેમ્પમાં મહિલાઓ પણ જોવા મળી

    સાગટાળાના જંગલમાં બીજા રાઉન્ડનો ટ્રેકીંગ કેમ્પ જેમાં ટ્રેકીંગ કરતા પ્રકૃતિ પ્રેમીઓ અજગર સાથે સેલ્ફી લેતા દ્રશ્યમાન થાય છે. તસવીર નીલ સોની

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending