• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Devgadh baria
  • બારિયા પાલિકાના ચીફ ઓફીસરને હોદ્દા પરથી દૂર કરી ફોજદારી કરવાની સભ્યો દ્વારા દરખાસ્ત કરાઇ

બારિયા પાલિકાના ચીફ ઓફીસરને હોદ્દા પરથી દૂર કરી ફોજદારી કરવાની સભ્યો દ્વારા દરખાસ્ત કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા નગરપાલિકાના ચીફ ઓફીસરને હોદ્દા ઉપરથી દુર કરી ફોજદારી કાર્યવાહી કરવા નગરપાલિકા સભ્યો દ્વારા દરખાસ્ત મંજુર કરાતા ખળભળાટ મચી ગયો હતો.સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.

દેવગઢ બારિયા નગરપાલિકામાં તા.11 જુલાઇના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં દેવગઢ બારિયા નગરપાલિકાના ચીફ ઓફીસર બી.ડી.મકવાણાને તેના હોદ્દા ઉપરથી દુર કરવા અને તેમને આચરેલા ભ્રષ્ટાચાર સામે ફોજદારી કાર્યવાહી કરવા અંગે પ્રમુખ સ્થાનેથી દરખાસ્ત રજુ થઇ હતી. જે સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

દેવગઢ બારિયાના સી.ઓ. નગર વિકાસના કાર્યોમાં સહકાર આપવાના બદલે બી.ડી.મકવાણાના ભ્રષ્ટાચારી વલણો સામે પ્રજા અને પાલિકા સભ્યો ભારે રોષ વ્યાપી ગયો હતો. મકવાણા દ્વારા નગરપાલિકાની પ્રતિષ્ઠા જોખમાય તેવા આર્થિક નાણાંકીય વહિવટોના વ્યવહારો સામે આવ્યા હતા. દેવગઢ બારિયા ન.પા.ની સામાન્ય સભામાં ન.પા.સભ્ય અક્ષયકુમાર જૈને બી.ડી.મકવાણા સામે તેમને હોદ્દા ઉપરથી દુર કરીને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે દરખાસ્ત મુકી હતી. જેને તમામ સભ્યોએ ટેકો આપ્યો હતો. 24 સભ્યોનો ટેકો હોવાથી આ દરખાસ્ત મંજુર થઇ ગઇ છે.

...અનુ. પાન નં. 2

પાલિકાનાે વહીવટ બે દિવસથી ઠપ
દેવગઢ બારિયા નગરપાલિકામાં મળેલ સામાન્ય સભામાં એજન્ડા પર મીટીંગ ન ચાલતા એજન્ડા સીવાયના મુદ્દાઓ પર અંદરો અંદર એકજ પક્ષના સભ્યો દ્વારા ખેંચતાણ અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ મિટીંગના બીજા નંબરના મુદ્દા ખર્ચ બહાલ રાખવા બાબત પર બહુમતી સભ્યોએ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરની મંજુરીથી થયેલ ખર્ચ નામંજુર કર્યો હતો. અને ખર્ચ નામંજુર થતાં નગરપાલિકાનો વહીવટ છેલ્લા બે દિવસથી ઠપ થઇ ગયો છે.

આક્ષેપો પાયા વિહોણા
મારી સામે થયેલ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. બી.ડી.મકવાણા, ચીફ ઓફીસર

અન્ય સમાચારો પણ છે...