તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેક્ટર કૂવામાં પડવાના પ્રકરણમાં યુવાન સામે ગુનો દાખલ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામના સુથાર ફળિયામાં રહેતાં રમેશભાઇ નાનાભાઇ રાઠવા પોતાનું ટ્રેક્ટર લઇને રમણભાઇ પૂંજાભાઇ રાઠવાનું ખેતર ખેડવા માટે ગયા હતાં. સવારના 10.30 વાગ્યાના અરસામાં રમેશભાઇ ટ્રેક્ટરને ખેતરમાં જ મુકીને જમવા માટે ગયા હતાં.

આ વખતે ખેતરમાં જ હાજર સુથાર ફળિયામાં જ રહેતાં 23 વર્ષિય મડુ બુધા રાઠવા અને 22 વર્ષિય કેશુ બળવંત રાઠવાને ચાવી સાથે રેઢુ પડેલું ટ્રેક્ટર ચલાવવાની જિજ્ઞાસા જાગી હતી. કેશુભાઇએ ટ્રેક્ટર ચાલુ કરીને એક રાઉન્ડ પણ માર્યું હતું પરંતુ તેમનાથી સ્ટેયરિંગ વળ્યું નહોતુ, તેના કારણે રમણભાઇ તેજાભાઇના ઘર નજીક આવેલા સીંચાઇ યોજનાના પાણી વગરના સરકારી કૂવાની પાળ તોડીને ટ્રેક્ટર તેમાં ખાબક્યું હતું. ટ્રેક્ટર ઉંધે માથે પડ્યું હોવાથી મડુ અને કેશુ દબાઇ જતાં તેમનું મોત થયું હતું. આ ઘટનાથી દેવગઢ બારિયા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ સંદર્ભે મૃતક કેશુભાઇના પિતા બળવંતભાઇએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મંગળવારે આ બંને મૃતક યુવાનોની અંત્યેષ્ઠી કરાતાં તેમાં મોટી સંખ્યાંમાં ગ્રામજનો ઉમટી પડ્યા હતાં. આ ઘટના પગલે ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...