• Gujarati News
  • એક્સપ્રેસ વે પર કાર અકસ્માતમાં ડભોઇના MLAનો આબાદ બચાવ

એક્સપ્રેસ વે પર કાર અકસ્માતમાં ડભોઇના MLAનો આબાદ બચાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઈનાધારાસભ્ય બાળકૃષ્ણ પટેલની ઇનોવા કારને બુધવારે સવારે 9.30 કલાકે અમદાવાદ નજીક એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. જો કે ધારાસભ્ય અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

ગાંધીનગર ખાતે બુધવારે પ્રદેશ ભાજપની બેઠકમાં ભાગ લેવા માટે ડભોઈના ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ (ઢોલાર) બુધવારે સવારે તેમની કારમાં ગાંધીનગર જતા હતા. એક્સપ્રેસ વે પરથી પસાર થઇ રહેલી ધારાસભ્યની ઇનોવા કારને વાત્રક નદી પસાર કર્યા બાદ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પંકચર થવાથી ડ્રાયવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના પગલે કાર રોડની બાજુમાં લગાવેલી લોખંડની રેલિંગ સાથે ભટકાઇ રેલિંગ પર ચઢી ગઇ હતી. ઘટનામાં ધારાસભ્યની કારને ભારે નુકસાન થયું હતું. પરંતુ ધારાસભ્ય અને તેમના ડ્રાઇવરનો દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટના બાદ એક્સપ્રેસ વે પરથી ગાંધીનગર જઇ રહેલા ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને છોટાઉદેપુર જિ.પં.પ્રમુખ રશ્મિકાંત વસાવા ધારાસભ્યની કારને અકસ્માત થયો હોવાનું જોઇ ઘટના સ્થળે રોકાઇ મદદરૂપ થયા હતા.

એકસપ્રેસ વે પર ધારાસભ્યની કારને અકસ્માત થતાં રોડની બાજુમાં રેલિંગ સાથે ભટકાઇ હતી.

નસીબ | ટાયર પંક્ચર થતાં કાર રોડની બાજુમાં રેિલંગ પર ચઢી ગઇ