• Gujarati News
  • ડભોઇમાં તાજીયા જુલુસના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી

ડભોઇમાં તાજીયા જુલુસના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઈનગરમાં પાલિકા દ્વારા મંથર ગતિએ ચાલતાં રોડ રસ્તા, પાણી, ગટરનાં કામોને લઈને છેલ્લા કેટલાય સમયથી ઉબડ ખુબડ રસ્તા સાથે પ્રજા હેરાન થાય છે. દરમિયાનમાં 15 દિવસ બાદ આવનારૂ મુસ્લિમ બિરાદરોના મહોરમ પર્વમાં તાજીયાંના જૂલૂસ કાઢવા બાબતેના બહિષ્કાર નોંધાવી આજરોજ ડભોઈ પ્રાંત કચેરીમાં અંગે નગરના મુસ્લિમ આગેવાનો દ્વારા પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.

ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની રાતોરાત કાયાપલટ કરવાના હેતુથી નગરમાં ઠેર ઠેર એક સાથે પીવાના પાણીની પાઈપલાઈનો, ગટર યોજનાં અને રોડ રસ્તાનાં કામો છેલપ્લા દોઢ વર્ષથી શરૂ કરવામાં આવ્યા છે પરંતુ એક કામ પૂર્ણ થતાં પહેલા બીજુ કામ શરૂ કરવાની લાયમાં સમગ્ર નગરમાં જયાં જુઓ ત્યાં રોડ રસ્તા ખોદી નાંખ્યા બાદ મંથરગતિએ કામો ચાલતાં હોવાથી મહિલાઓથી નગરની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.

તલાવપુરા વિસ્તારમાં તો હોળી પર્વ પૂર્વ સાતમાસથી ગટર લાઈનો નંખવા ખોદકામ કરી નાંખ્યું છે ત્યાર બાદ હોળીને લઈને મજૂરો દેશમાં ગયા કામ અધૂરા છે જે પણ હજુ સુધૂ પૂર્ણ થયુ નથી. વારંવાર વિસ્તારની પ્રજાએ પાલિકામાં રજુઆતો કરી છતાં સાત સાત માસનાં વહાણાં વાય ગયાં છતાં મજુરોે હજુ સુધૂ આવ્યા નથી. ત્યારે હવે તણાવપુરા વિસ્તારમાં રહેતા મુસ્લિમોની તાજીયા કમિટિએ ગઈકાલે તો ઠેર ઠેર બેનરો લગાવી તાજીયા જૂલુસ કાઢવા બાબતે બહિષ્કાર નોંધાવ્યો હતો અને આજરોજ તાજીયા પર્વ પૂર્વે નગરનાં રાજમાર્ગોનું સમારકામ કે કામ કાજ નહી થાય તો તાજીયા ઉઠાવવામાં પણ નહીં આવેની ચીમકી ભર્યુ આવેદનપત્ર પ્રાંત કચેરીમાં તલાવપુરા તાજીયા કમિટિનાં પ્રમુખ અને સદસ્યો દ્વારા આપવામાં આવ્યું છે.

ડભોઇમાં પ્રાન્ત અધિકારીને આવેદન સુપ્રત કરતા આગેવાનો. /હેમંત પાઠક

તાજીયાને નુકસાન થશે

વારંવારતહેવારોમાં રજુઆતો કરવા છતાં 7 માસથી કામ કરાતુ નથી. તાજીયામાં જૂલુસ નીકળે અને ખાડાવાળા રસ્તાને લઈને લારી ડગમગેથી તાજીયાને નુકસાન થાય તો ધાર્મિક લાગણી દુભાય છતાં મર્ગોનુ સમારકામ થતુ નથી. >ઐયુબ ખલીફા,પ્રમુખતલાવપુરા, તાજીયા કમિટિ

દરેક સમાજનાં વાર તહેવારોમાં રસ્તા પરનાં ખાડા પુરાય છે. લાઈટીંગ પણ થાય છે અને તાજીયા પર્વમાં પણ થશે જ. >બી.જે.બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ

તાજીયા પર્વમાં પણ કામગીરી હાથ ધરાશે

ડભોઇ