• Gujarati News
  • સર્પદંશના બે બનાવોમાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યા

સર્પદંશના બે બનાવોમાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઈ તેમજ વાઘોડિયા વિસ્તારમાં સર્પદંશના બે બનાવ બન્યા હતા જેમાં બે મહિલાઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા.
ડભોઈની કષ્ણ ટોકીઝ પાસેના તલાટી ફળિયામાં રહેતાં ૬૦ વર્ષીય સરિતાબેન અંબાલાલ વસાવા ગત રાત્રે પોતાના ઘરે સુઈ રાા હતા. દરમ્યાનમાં તેમના પગમાં સાપ કરડી ગયો હતો. સાપ કરડતાં તેમની હાલત લથડી પડી હતી. તેમને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોમવારે સવારે તેમનું મોત નિપજયું હતું. બનાવને પગલે ડભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયાના કોટલીગામે રહેતાં તારાબેન કાન્તીલાલ રાઠોડિયા ઘરકામ કરતા હતા. તેઓ ૧ સપ્ટેબરે સવારે પોતાના ઘરે કામ કરતાં હતા. દરમ્યાનમાં તેમને સાપ કરડી જતાં તેમની હાલત ગંભીર બની ગઈ હતી. તેમને ગંભીર હાલતમાં નજીકની જરોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં રવિવારે બપોરે તેમનું મોત નિપજયું હતું.