તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણોદ ગામનાં પ્રેમી પંખીડાં શહેરના બાગમાંથી ઝડપાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાવડોદરા જિલ્લાના ચાણોદ પંથકનાં સગીર વયનાં પ્રેમી પંખીડાં બે મહિના પહેલાં લગ્નના ઇરાદે ભાગી ગયાં હતાં જેઓ વડોદરાના એક બગીચામાંથી આબાદ ઝડપાઈ ગયાં હતાં. પ્રેમીને કોર્ટમાં રજૂ કરતાં તેને રિમાન્ડ હોમમાં મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના લોટિયા ગામનો સગીર ચાણોદ નજીક શંકરપુરા ગામે રહે છે. નજીકમાં આવેલ તેનતલાવ ગામે રહેતી એક સગીરા સાથે તેની આંખો મળી જતાં લગ્નના ઇરાદે ઇડર તરફ ભાગી ગયાં હતાં.આ અંગે સગીરાના પિતાએ ચાણોદ પોલીસ મથકે સગીરાના પ્રેમી સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.ચાણોદ પોલીસે બંનેને શોધવા માટે ભારે પ્રયાસ કરવા છતાં બંનેનો કંઈ પત્તો લાગતો હતો.

દરમિયાન ચાણોદ પોલીસ મથકના પોસઇ એન.જી.બારોટ તેમની ટીમ સાથે વડોદરા તપાસ અર્થે આવ્યા હતા ત્યારે સયાજીગંજ વિસ્તારના એક બગીચામાંથી બંનેને ઝડપી પાડ્યાં હતાં.પ્રેમીને ચાણોદ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે સગીરને રિમાન્ડ હોમમાં મોકલવા માટેનો હુકમ કર્યો હતો.આ કેસમાં ડભોઈ પોઇ.પી.એમ.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.

પ્રેમીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ હોમમાં મોકલાયો

બંને સગીર બે મહિના પહેલાં ભાગ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો