• Gujarati News
  • કોંગ્રેસના ખેડૂત અધિકાર આંદોલનનાે ડભોઈમાં પ્રારંભ

કોંગ્રેસના ખેડૂત અધિકાર આંદોલનનાે ડભોઈમાં પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂત,જગતનો તાત નહી પણ પાપ છે તેવું ભાજપની સરકાર માને છે માટે તેઓની નિતિઓ કેવળ ખેડૂત વિરોધી નિતીઓ છે તેવું આજરોજ જીલ્લામા઼ં ખેડૂત અધિકાર આંદોલન સંમેલનમાં પ્રતિક ઉપવાસ દરમિયાન માજી રેલવે રાજ્યમંત્રી નારણભાઇ રાઠવાએ જણાવ્યું હતું. ત્યાર બાદ આજના આંદોલન શ્રીગણેશ કરી પ્રમુખ સિદ્ધાર્થ પટેલની આગેવાની હેઠળ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાથોસાથ જો ખેડૂત માટેની નિતી સરકાર ત્વરીત નહીં બદલે તો જલદ આંદલનની ચીમકી પણ આપી હતી.

ગુજરાત કોગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર આંદોલનનાં ભાગરૂપે વડોદરા-છોટાઉદેપુર જીલ્લામાં પુર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલની આગેવાની હેઠળ ડભોઇથી આંદોલનના શ્રીગણેશ થઇ ચુકયા છે. જેમાં આંબડેકર ચોકમાં પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન રેલવે મંત્રી નારણભાઇ રાઠવાએ સરકારની ખેડૂત વિરોધી નિતી છતી કરી ભાજપા સરકાર પર પ્રહારો કર્યા હતાં. આંદોલનનાં પ્રમુખ સિદ્ધાર્થભાઇ પટેલે ભાજપ સરકાર ખેડૂતોની નહીં, ઉદ્યોગપતિઓની છે નું જણાવી ખેડૂતને તો 14 કલાક વીજળી ખાતર પુરતાં પ્રમાણમાં જોઇએની માંગણી કરી હતી. જો ખેડૂતોની હીત નહી઼ સચવાય તો જલદ આંદલન કરીશુંની ચમકી આપી હતી. કોંગ્રેસના આગેવાનો ખુમાનસિંહ ચૌહાણ, ભીખાભાઇ રબારી, ચદુંભાઇ ડાભી, ધીરૂભાઇ ભીલ વગેરે હાજર રહ્યા હતા.

જલદ આંદોલનની મૌખિક ચીમકી

ધરણાંબાદભાજપા વિરોધી સુત્રોચાર સાથે ભવ્ય રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂત હીતનાં 6 મુદ્દાનાં કાર્યક્રમની લડત માંગણી સાથેનું આવેદન પત્ર સુપત્ર કરવાામાં અાવ્યું હતું. અને મુદ્દાઓનો વ્યપરીત નિકાલ કરી ખેડૂત ને બચાવોની અભિવ્યકિત દશાર્વી હતી. અને જો નહીં બચાવો તો જલદ આંદોલનની મૌખિક ચીમકી આપવામાં આવી હતી.

ખેડૂત અધિકાર આંદોલન સંમેલનના પ્રારંભે પ્રતીક ઉપવાસ યોજાયા હતા./તસવીર હેમંતપાઠક