તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગ દિવસે શહેરમાં 17 સ્થળોએ કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વયોગ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ તથા નાગરિક સમુદાયના સહયોગથી 21 જૂન વિશ્વ યોગ દિવસની વ્યાપક ઉજવણી કરવા માટે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે.

17 જેટલાં સ્થળોએ જાહેર યોગાભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા તથા જિલ્લા પ્રશાસન દ્વારા યોગ દિવસની ઉજવણીમાં લોકભાગીદારી સુનિશ્ચિત કરવા યોગ સંસ્કૃતિની પ્રચારક એવી વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંકુલોના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તમામ સંસ્થાઓએ યોગ દિવસની પ્રભાવશાળી ઉજવણી થાય તે માટે સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.

શહેરમાં મુખ્ય પાંચ સ્થળોએ મેગા પ્રેક્ટિસ - મહા યોગાભ્યાસનું 21 જૂને આયોજન કરવામાં આવ્યું છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અકોટા સ્ટેડિયમ, સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ તથા મ.સ.યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય ખાતે મુખ્ય પાંચ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત કલ્યાણરાયજી હોલ, સર્વાનંદ હોલ, સંખેડા દશાલાડ ભવન, માંજલપુર અતિથિગૃહ, પોલો ક્લબ, અકોટા અતિથિગૃહ, નિઝામપુરા અતિથિગૃહ, સત્યમ શિવમ સુન્દરમ હોલ, ડભોઈ દશાલાડ ભવન, સુભાનપુરા અતિથિગૃહ, દિવાળીપુરા અતિથિગૃહ તથા મકરપુરાના વીસીસીઆઇ હોલ ખાતે જાહેર યોગાભ્યાસનું આયોજન કરાયું છે. લોકો પોતાના વિસ્તારમાં નજીકનાં સ્થળોએ યોગાભ્યાસ કરી શકે કારણથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જિલ્લા કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનરે કાર્યક્રમ સફળ બનાવવા અને યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરી છે. યોગાભ્યાસનાં મુખ્ય સ્થળોએ તા.17 થી 20 દરમિયાન યોગ પ્રેક્ટિસનાં સત્રો પણ યોજાશે.

તા.17 થી યોગ પ્રેક્ટિસના વર્ગો યોજાશે

વીએમએસએસ દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...