ડભોઇની વન વિભાગની કચેરીએ વન મહોત્સવની ઉજવણી

ઉજવણી | જાપાનમાં અનાજ કે ફળફળાદી પણ પાકતાં નથી છતાં ભારતદેશ કરતાં ત્યાં ગ્રીનરી વધુ છે: ધારાસભ્યો શૈલેષ મહેતા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
ડભોઇની વન વિભાગની કચેરીએ વન મહોત્સવની ઉજવણી
ડભોઇ નગરમાં આવેલી વન વિભાગની કચેરી દ્વારા હીરાભાગોળ બહાર આવેલી સરકારી આઇટીઆઇ ખાતે 69 માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગનાં અધિકારી પુલેત્રાએ જીવનમાં વૃક્ષોનું મહત્વ શું છે તેની સમજ આપી હતી. પ્રાન્ત અધિકારી હિમાન્શું પરીખે વૃક્ષોનું મહત્વ સમજાવી પર્યાવરણ પર તની કેવી વિપરિત અસરો પડે છેનું જણાવી દેશ વિદેશનાં ઋતુચક્ર ની વિસ્તૃત માહીતી આપી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ એક એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લે તેવી અપીલ કરી હતી. તો વળી વિસ્તારનાં ધારાસભ્ય શેલેષ મહેતા (સોટ્ટા)એ વન મહોત્સવની શરૂઆત કરનાર માજી વન મંત્રી કનૈયાલાલ મુન્શીની યાદ તાજી કરી તે સમય અને આજના સમયની સરખામણી કરી બતાવી હતી. એટલું જ નહીં દેશમાં પર્યાવરણને સાચવવા માટે જાપાનની જેમ કડક કાયદાઓ હોવા જોઇએ ત્યાં જમીનનાં 60% ભાગમાં ગ્રીનરી રાખવી ફરજીયાત છે. ત્યાં નથી થતી ખેતી કે નથી થતાં ફળ ફૂલો છતાં એ દેશ તેની ટેક્નોલોજીનાં ક્ષેત્રને લઇને આગળ છે જેથી ભારત કરતાં સારુ અનાજ ફળો અને અન્ય ચીજ વસ્તુઓ તે મળવી શકે છેનું જણાવી વૃક્ષોનું મહત્વ જીવન, ગામ, દેશ માટે કેટલું મહત્વનું છે તેની સમજ આપી ઉપસ્થિત સૌ એકએક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લે એટલું જ નહીં ઘરનાં પ્રત્યેક સભ્ય પણ એક-એક વૃક્ષ ઉછેરે તો આવનારાં દિવસોનું પર્યાવરણ સુધરી જશેનું જણાવ્યું હતું. આ તબક્કે માજી ધારાસભ્ય પ્રો, સીએમ પટેલ, વી જે શાહ, અશ્વિન વકીલ ભરતભાઇ પટેલ જયેન્દ્ર ભાઇ પટે કિરીટસિંહ રણા સહીત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી વી ડી દેસાઇ દ્વારા કરવામાં આવી હતી.

X
ડભોઇની વન વિભાગની કચેરીએ વન મહોત્સવની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App