શ્રાવણ પૂર્વે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી

શ્રાવણ પૂર્વે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:21 AM IST

ડભોઇ ડીવીઝનના ડી.વાય.એસ.પી. મેવાડાના નેતૃત્વમાં પી.આઇ. જે.એમ. વાઘેલાએ સિનિયર પી.એસ.આઇ.ડી.જે.ચુડાસમા મહીલા પી.એસ.આઇ.ડી.કે.પંડ્યા સહીત પોલીસ જવાનોની ચાર ટીમો બનાવી વહેલી સવારના 04 વાગ્યાથી ડભોઇ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ અડ્ડાઓ પર છાપા મારતા દેશી દારૂની બદી સાથે સંકળાયેલા સમોમાં ફફડાટ સાથે ભાગદોડ મચી જવા પામી હતી. વહેલી સવારે પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપરથી વોશ 4610 લીટર રૂપિયા 9220 ઝડપી પાડી નાશ કરી દવામાં આવ્યો હતો. 40 લીટર દેશીદારૂનો જથ્થો રુ.800નો ઝડપી પાડી 09 જગ્યાએ રેઇડ કરી કુલ પાંચ આરોપી ઝડપાઇ જવા પામ્યા હતા.જ્યારે ચાર ભાગી છુટ્યા હતાં.

પાદરા પોલીસ સપ્રથમ દિવસે પાદરા પોલીસે 26 લીટર દેશી દારૂ, વોશ 120 લીટર મળી 760 રૂપિયાનો પકડી પાડી તેના નાશ કર્યો. ચિંતન ગાંધી

પાદરા પંથકમાં 26 લિટર દેશી દારૂ 120 લિ. વોશ નાશ: 13 કેસો કર્યા

ભાસ્કર ન્યૂઝ| પાદરા

વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એન એલ દેસાઇના માર્ગદર્શન હેઠળ પાદરા પોલીસે તથા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના મોટી મળી કુલ 13 કેસો કરવામાં આવ્યા હતા. કેટલાક દારૂ વોશનો નાશ કર્યો હતો.

પાદરા પોલીસ સ્ટેશન હદમાં દારૂની બદીના નેસ્ત નાબૂદ કરવાના પ્રયત્નોની શરૂઆતના પ્રથમ દિવસે પાદરા પોલીસે 26 લીટર દેશી દારૂ, વોશ 120 લીટર મળી 760 રૂપિયાનો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વહેલી સવારના આકસ્મિક રેઇડો સમયાંતરે કરવામાં આવશે તેમ પીઆઇ ડીમે વ્યાસે જણાવ્યુ હતું. એકાએક દારૂની રેઇડો પડતા વહેલી સવારના નાસભાગ મચી ગઇ હતી. દારૂનો ધંધો કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વહેલી સવારે રેઇડ પાડતા દેશી દારૂનો ધંધો કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો

વરણામા પોલીસે ઇટોલા, કપુરાઈ, અણખી, હરિનગરમાં રેડ કરી દેશી દારૂ બનાવમાં આવતા પીપળા સહિત સામગ્રીનો નાશ કર્યો હતો. હિતેશ પટેશ

વરણામા પોલીસે 11 બૂટલગરોને ઝડપી પાડ્યા : ત્રણ ભાગી છૂટ્યા

ભાસ્કર ન્યૂઝ| પોર

વડોદરા જિલ્લા પોલીસની સૂચના મળેલ કે જિલ્લામાં પ્રોહી.જુગાર સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના અનુસાર વરણામા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત 25થી વધુ પોલીસ કર્મીઓ વહેલી સવારે પોતાના વિસ્તારના વડદલા, ઇટોલા, કપુરાઈ, અણખી, હરિનગરમાં રેડ કરી દેશી દારૂ બનાવમાં આવતા પીપળા સહિત સાધન સામગ્રીનો નાશ કર્યો હતો. પોલીસે દેશીદારૂ ૫૩ લીટર તેની કુલ કિંમત ૧૦૬૦ તથા દેશીદારૂમાં વપરાતો વોશ આશરે ૪૬૬૦ તેની અને કુલ મળી ૯૩૨૦ને ઝડપી પાડવામાં આવ્યો હતો. વરણામા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આશરે 11 બુટલેગર પોલીસ દ્વારા ઝડપી પાડ્યા હતાં. અને વરણામા પોલીસે ૩ બુટલેગર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. બુટલેગરો ભૂગર્ભમાં જોવા મળ્યા હતાં.

અલગ અલગ ટીમ બનાવી સપાટો બોલાવતા બૂટલેગરો ભૂગર્ભમાં

િશનોર તાલુકાના ગામોમાં રેઇડ કરી 2560નો દેશી દારૂ ઝડપ્યો

ભાસ્કર ન્યૂઝ |સાધલી

શિનોર પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા તા.09-08-18 વહેલી સવારના 4 વાગ્યાથી એસ.ઓ.જી. અને શિનોર પોલીસ દ્વારા દેશી દારૂવાળાના ઘરે છાપા મારી નીચે મુજબ પ્રોહીબીશનના ગુના નોંધ્યા છે.

સાધલી ગામે વિક્રમ જીવાભાઇ ઠાકોર, 9 લીટર દારૂ, રૂા.180, તેજલ સોમા ઠાકોર (અવામલ રોડ), 5 લીટર, રૂા.100, મહેશ સોમા પાવા, કબારીવાડ, 2 લીટર દારૂ રૂા.40., માંજરોલ ગામે નરોત્તમ પ્રભાત વસાવા 20 લીટર દારૂ રૂા.400, મીઢોળ ગામે તારા હિંમતપાવા, 5 લીટર દારૂ રૂા.100, લીટર વોશ રૂા.300, દિવેર- ગોપાલ ભીખા પાવા, 18 લીટર દારૂ રૂા.100 વોષ 50 વોર્મ રૂા.660, ઝાંઝડ-હિરા મગનપાવા, 60 લીટર વોશ, રૂા.120, સીમળી-લાલજી માનસીંગ વસાવા 50 લીટર વોશ રૂા.100, દામનગર-વિષ્ણુ મનસુખ વસાવા, 30 લીટરવોશ રૂા.60/-, આનંદ-મહેશ શૈલેષ વસાવા, 300 લીટરવોશ રૂા.600. આમ 8 ગામોમાં ત્રાટકી માત્ર રૂા.2560નો દેશીદારૂ વોશ પકડીને પોલીસે ગુના નોંધ્યા છે.

અત્રે ઉલ્લેખનિયછે કે ઇંગ્લીશદારૂનો એક પણ ગુનો મળ્યો નથી. માત્ર છુટક વેચી ખાનારા જ બતાડવા પુરતા પકડ્યા છે. અને પ્રોહીબીશનનો લક્ષાંક પુરો કરેલ છે. મોટા મોટા મગરમચ્છો છોડીને માત્ર નાની માછલીઓ પકડી પોલીસ પોતાની પીઠ જાતેજ થપથપાવી રહી છે.

પીનારા-વેચનારા સામે ઓપીમાં ગુનો નોંધાયો નથી

સેગવા ઓ.પી.ના જમાદાર નરોત્તમભાઇ ને 102 અન્વયે પકડેલ ટ્રેક્ટર બાબતે પુછતા તેમણે જણાવ્યુ કે પેરોલ ફ્લોના એ.એસ.આઇ. બાલાસાબ દ્વારા ઓ.પી.માં મુકાયેલ ટ્રેક્ટરના કાગળો અમોને બતાડતા ટ્રેક્ટર માલિકને પરત આપેલ છે. જ્યારે ઇંગ્લીશ દારૂ અંગે પીનારા તથા વેચનારા ઇંગ્લીશ દારૂ અંગે પીનારા તથા વેચનારા સામે ઓ.પી.માં કોઇ ગુનો નોંધાયેલ નથી. અમોને સાચી જાણ નથી.

X
શ્રાવણ પૂર્વે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી