ડભોઇ સ્વામીનારાયણ મંદિરના પાટોત્સવની તડામાર તૈયારીઓ

દર્ભાવતિ (ડભોઇ) નગરમાં બીએપીએસ સ્વામીનારાયણની સંસ્થા દ્વારા શિનોર ચોકડી ખાતે ઉભુંળ કરવામાં આવેલાં ભવ્ય...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:21 AM
ડભોઇ સ્વામીનારાયણ મંદિરના પાટોત્સવની તડામાર તૈયારીઓ
દર્ભાવતિ (ડભોઇ) નગરમાં બીએપીએસ સ્વામીનારાયણની સંસ્થા દ્વારા શિનોર ચોકડી ખાતે ઉભુંળ કરવામાં આવેલાં ભવ્ય સ્વામીનારાયણનાં મદિરની 10મી અને 11મી ઓગષ્ટનાં રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોય તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દર્ભાવતી નગરી ખાતે વર્ષોથી પ,પુ પ્રમુખ સ્વામી મહારાજનાં આશિર્વાદથી પ્રમુખ સ્વામી હોસ્પિટલ તો ચાલી જ રહી છે. બીજા સોપાન સાથે મેડિકલ સાથે ધાર્મિકમાં આંતરિક શક્તિનાં હેતુ માટે પ્રાર્થનાં પૂજા તથા સંસ્કારોનાં સિંચન માટે બીએપીએસ નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરનું ઉદઘાટન થઇ રહ્યું છે. ત્યારે દર્ભાવતિ નગરી ખાતે શિનોર ચોકડી પાસે આવેલ બીએપીએસ નવનિર્મિત સ્વામીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રગટગુરૂ હરિ મહંત સ્વામી મહારાજનાં વરદ હસ્તે યોજાનાર હોય જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન તા 10-8-2018 અને તા 11-8-2018નાં રોજ કરવામાં આવેલ છે. જેમાં 10 મીનાં રોજ સવારે 8.30 કલાકે વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજશે.

જેમાં 500થી 600 હરિભક્ત દંપતિઓ ભાગ લેશે બપોરનાં 3 કલાકે પ્રતિષ્ઠા થનાર મૂર્તિઓની શોભાયાત્રા દર્ભાવતિ નગરીનાં રાજમાર્ગો પર નિકળશે. તો વળી 11મીનાં રોજ સાંજનાં 4 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પ્રગટગુરૂ હરિ મહંત સ્વામી મહારાજનાં વરદ જસ્તે ધામધુમ પૂર્વક યોજાશે.

જેમાં સદ્દગુરૂ સંત પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી, આચાર્ય સ્વામી, ભાગેયસેતુ સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી, બોડેલી મંદિરનાં કોઠારી વરણીનાથ સ્વામી, આનંદ તિર્થ સ્વામી તથા મોટી સંખ્યામાં સંતો અને આજુબાજુનાં ગ્રામજનોનાં હજારો હરિભક્તોનાં સાનિધ્યમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. ત્યાર બાદ મહંત સ્વામી મહારાજનાં આશિર્વચનનો લાભ મળશે. આમ બે દિવસીય થનારો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાલ તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.

X
ડભોઇ સ્વામીનારાયણ મંદિરના પાટોત્સવની તડામાર તૈયારીઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App