• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • ડભોઇ તાલુકામાં સેટેલાઇટથી થયેલ જમીન સર્વેમાં છબરડા અંગે રજૂઆત

ડભોઇ તાલુકામાં સેટેલાઇટથી થયેલ જમીન સર્વેમાં છબરડા અંગે રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ મામલતદારને આજરોજ ભારતિય કિસાનસંધ સંઘ દ્વારા થયેલી સેટેલાઇટથી જમીન માપણીને લઇને ખેડૂતોની વધી ગયેલી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા ઉગ્ર આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર સુપરત કરાયું. ખાનગી કંપની દ્વારા થયેલાં સેટેલાઇટ સર્વેમાં અનેક છબરડાઓને લઇને ખેડૂતોને ડીએલઆરમાં ધક્કા ખાવા પડે છે. કેટલાંય ખેડૂતોની જમીનો ઓછી થઇ ગઇ તો કેટલાંય જમીન વિહોણાં તો કેટલાંયની દિશાઓ સ્થળો બદલાઇ ગયાં છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ ખેત જમીનોની સરકાર દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી સેટેલાઇટથી જમીનની માપણીઓ કરાઇ. જેમાં ડભોઇ તાલુકામાં થયેલી ફેર માપણીમાં ક્ષેત્રફળ/નક્શા નામફેરમાં ઘણી મોટી ક્ષતિઓ છે. જે બાબતે ભારતિય કિશાન સંધે ઘણીવાર રજુઆતો કરી હોવા છતાં કોઇ જ નિકાલ થતો નથી. જેમાં ખેડૂતોને ધરમધક્કા ખાવા છતાં કોઇ નિકાલ થતો નથી સરકાર સર્વેયરો જે માપણી કરે છે તેની ખેડૂતોને કોઇ જાણ કરતાં નથી અને મનમાની કરી માપણી કરી રેકર્ડ પર લઇ લે છે. તેમજ માપણી અંગે અગાઉ આપેલ અરજીઓ નજીવા કારણઓ આપી દફ્તરે કરવામાં આવે છે. દુરસ્તી માટે આપેલી અરજીઓ એક વર્ષ ઉપરથી પડતર છે. તેમજ દુરસ્તી કરેલી નોંધો પડતી નથી. ખેડુતો વારંવાર અરજી કરવાથી ત્રાસી જાય અને પરિણામનાં માથે મીડું, જુના રેકર્ડ મુજબ જેતે ખેડૂતોનાં વિસ્તાર મુજબ નકશા દુરસ્તી તેમજ વિસ્તાર નિકાલ કરવાની ખેડૂતોની માંગણી છે. સરકારની રીસર્વેની યોજનાં મુજબ રૂપિયા ૨૬૫ કરોડનો ખાનગી એજન્સીને ઇજારો આપવામાં આવેલ તેનાં નાંણાં પણ જે તે એજન્સીને ચુકવાઇ ગયેલ છે જે સદંતર નિષ્ફળ ગયેલ છે. આ બાબતે તાલુકાનાં તમામ ખેડૂતો નારાજ છે. કેટલાંક ખેડૂતોનાં નક્શાઓ ઉત્તર દિશાની જગ્યાએ પૂર્વ પશ્વિમનાં થઇ ગયાં છે જે ખોટા છે. આ બાબતે સરપંચ સાથે મળી ગામ કક્ષાએ મીટિંગ કરી ખેડૂતોને જણ કરી તારીખ નક્કી થયા મુજબ ખેડુતની જમીન માપણી ખેડૂતની હાજરીમાં કરવી, ક્ષેત્રફળ વધુ કે ઓછું હોય તો ખેડૂતને જાણ કરવી તેવું સરકારનું આયોજન હતું પણ તે ફક્ત કાગળ પરજ રહી ગયું છે. આ બાબતે 15 ફૂટથી વધુ કે ઓછી જમીન હોય તો સરકારનાં ખર્ચે જ માપણીઓ કરવાની થતી હોય તો પણ સરકારની યોજના મુજબ ફરી માપણી કરી ખેડૂતને તેનાં જુના ક્ષેત્રફળ પ્રમાણે કરી આપી ખેડૂતને નક્શા સાથે લેખિતમાં આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે જો માગણીઓ સંતોષવામાં નહી આવે તો કિશાનસંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે.

ભારતીય કિસાનસંધ સંઘ દ્વારા મામલતદારને આવેદન અપાયું.હેમત પાઠક

અન્ય સમાચારો પણ છે...