તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • Dabhoi ડભોઇ પંથકમાં લોકો શરદી,ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શનમાં સપડાયા

ડભોઇ પંથકમાં લોકો શરદી,ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શનમાં સપડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પંથકમાં ભાદરવી એકમથી લઇ અમાસ સુધીનો સમયને શ્રાદ્ધપક્ષ પર્વ કેહવામાં આવે છે. આ શ્રાદ્ધ પક્ષની અંદર આપણા પૂર્વજોની શ્રુધા અને ત્રુષા ઉત્પન્ન થાય તેને થાડવા માટે અને તેને તનત્રુપ્ત કરવા વધારે તાપનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. જેને લઇ આ 15 દિવસના પર્વ દરમિયાન ઉનાળા જેવી ગરમીનો એહસાસ લોકોને થાય છે ત્યારે તા.06 ઓક્ટોબરે ચોમાસાની ઋતુનું હાઇએસ્ટ તાપમાન 38 ડીગ્રી પહોંચતા નગરમાંં બેવડી ઋતુની અનુભૂતિ થતા પ્રજામાં સરદી વાઇરલ ઇન્ફેક્શન તાવમાં લોકો ભોગ બન્યા છે. જેને લઇ નગરના દવાખાના પણ હાઉસફુલ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ બન્યા છે. લોકો ઘરની બાહર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે પરંતુ સીઝનનો વરસાદ ગત વર્ષો કરતા ઓછો નોંધાયો અને આવનારા દિવસોમાં તાપમાન ૩૮ને પાર જાય તેમ લાગી રહ્યું છે. જેથી લોકોને અસહ્ય બફારાનો સામનો કરવો પડે છે. આગામી દિવસોમાં મેઘરાજા તેમની મહેક પાછી ડભોઇ પંથકમાં પસરાવે તેવી લોકો ઇરછા વ્યકત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...