ડભોઇ ચોક્સીપોળ ખાતે પ્રસ્થાપિત ગણેશની વિસર્જન યાત્રા નીકળી

લોકમાન્ય તિલક મંડળ દ્વારા પાલખીમાં શ્રીજીની યાત્રા માટીની મૂર્તિને મોટા વાસણમાં પાણી ભરી વિસર્જિત કરાઈ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Dabhoi - ડભોઇ ચોક્સીપોળ ખાતે પ્રસ્થાપિત ગણેશની વિસર્જન યાત્રા નીકળી
ડભોઇ હેડ પોસ્ટ ઓફિસ ચોક્સીઓળ ખાતે પ્રસ્થાપિત કરાયેલ શ્રીજીનું લોક માન્ય તિલક યુવક મંડળ દ્વારા બપોરના 3-વાગ્યાથી વાજતે ગાજતે પાલખીમાં શ્રીજીની વિસર્જન યાત્રા પ્રસ્થાપિત થયા બાદના પ્રથમ રવિવારે કાઢવામાં આવી હતી. વિસર્જન યાત્રામાં ઢોલ નગારા સાથે યુવકોએ “ગણપતિબાપા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આના” જયઘોષ સાથે નગરના રાજમાર્ગો પર ફરી હીરાભાગોળ ખાતે ગઢભવાની માતાના મંદિરે શ્રીજીની માટીની મુર્તિનું એક મોટા વાસણમાં પાણી ભરીને ધાર્મિક લાગણી અને ભક્તિભાવ સાથે શ્રીજીનું વિસર્જન કરી વિદાય આપી હતી.

ડભોઇ નગરમાં ભાદરવા ચોથથી ભક્તિભાવ પૂર્વક શ્રદ્ધા અને ધાર્મિક લાગણી સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં નગરમાં અનેક મંડળોએ ભક્તિભાવ સાથે જુદાજુદા વિસ્તારોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે લોકમાન્ય તિલક યુવક મંડળ દ્વારા ડભોઇની હેડ પોસ્ટ ઓફિસ ચોક્સીઓળ ખાતે ભાક્તિભાવ પૂર્વક સ્થાપના કરાયેલ શ્રીજીનું પ્રથમ રવિવારે વાજતે ...અનુસંધાન પાના નં.2

X
Dabhoi - ડભોઇ ચોક્સીપોળ ખાતે પ્રસ્થાપિત ગણેશની વિસર્જન યાત્રા નીકળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App