તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • Dabhoi ડભોઇ પાલિકા વોર્ડનં.8ની પેટા ચૂંટણી ભાજપાના ઉમેદવાર માટે પ્રતિષ્ઠાનો જંગ

ડભોઇ પાલિકા વોર્ડનં.8ની પેટા ચૂંટણી ભાજપાના ઉમેદવાર માટે પ્રતિષ્ઠાનો જંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નગર પાલિકાની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસ પક્ષે હાલ 28 બેઠકો છે. જ્યારે 04-અપક્ષ અને 04-ભાજપાની છે. ત્યારે કોંગ્રેસના સભ્યનું અવસાન થતા વોર્ડ-08ની ખાલી પડેલ બેઠક માટેની પેટા ચૂંટણી આગામી તા.07 ઓક્ટોબરનાના રોજ યોજાવાની છે. ભાજપા પક્ષે પાલિકાના પુર્વ પ્રમુખને દલિત નેતાને બેઠકની ફાળવણી કરી હોય પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હોય તેમ ધારાસભ્યો, સાંસદ સભ્યો વડોદરાના પુર્વ મેયર, પ્રદેશ મહામંત્રી, વલસાડના અગ્રણી સહિત જિલ્લા તાલુકા અને સ્થાનિક આગેવાનો પ્રચાર બેઠકોમાં જોડાતા પેટા ચુંટણીમાં આટલી હદે પ્રચાર પ્રસારે લોકોમાં અશ્ચર્ય પમાડ્યું છે.

ડભોઇ નગર પાલિકા ની વર્ષ-2015 મા યોજાયેલી સામાન્ય ચુંટણી મા ભાજપા ના એકહથ્થુ શાસન નો કારમો રકાશ થયો હતો.જેના પાછળ નુ મુખ્ય કારણ નગર મા પારાવાર ગંદકી,પીવાના પાણી ની તકલીફો અને ડ્રેનેજ લાઇન ના રેલાઓ થી નગરજનો ત્રસ્ત થઈ ગયા હતા.જેનુ પરીણામ નગર પાલિકા મા ભાજપા ને માત્ર-04 બેઠકો થી સંતોષ માનવો પડ્યો હતો.જ્યારે કોંગ્રેસ પક્ષ ને 28-બેઠકો અને કોંગ્રેસ સમર્થિત અપક્ષ ને 04-બેઠકો મળી હતી.જેમાથી કોંગ્રેસ પક્ષે વોર્ડ-08 માથી ચુંટાયેલા એસ.સી.બેઠક ના સદસ્ય નુ અવસાન થતા તેમની ખાલી પડેલ બેઠક માટે હાલ પેટા ચુંટણી જાહેર થયેલ હોય કોંગ્રેસે પુર્વ મહીલા સદસ્ય ચંદ્રીકાબેન ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...