તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇમાં વેપારીઓમાં મંદીના કારણે નિરાશા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ રંગ ઉપવન બગીચા સામે નવરાત્રી પર્વ ને લઈ માં અંબેની મુર્તિઓ અને ગરબીઓ નુ વેચાણ કરતા વેપારીઓ ને મંદી ને કારણે દરવર્ષ કરતા આ વર્ષે ઓછુ વેચાણ થતા તેમજ ગ્રાહકો ને ગ્રામ્ય વિસ્તાર નજીક ના સેંટર પરથી મુર્તિઓ મળી રહેતા ડભોઇ સુધી ગ્રાહકો આવતા ન હોવાના કારણો સામે આવી રહ્યા હોય મુર્તિઓ નુ વેચાણ કરતા વેપારીઓ માત્ર જોઇતો માલ મંગાવી સમય પારખી સંતોષ માની મનને મનાવી રહ્યા છે.

દરવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી પર્વ મા ડભોઇ ના રંગ ઉપવન બગીચા સામે વાઘ પર સવાર જગતજનની માઁ જગદંબા ની મુર્તિઓ ના વેચાણ અર્થે મુર્તિના વેપારીઓ ધ્વારા પથારા લગાવી નાની મોટી મુર્તિઓ રુપિયા-250 થી માંડી ને 4000 રુપિયા ની કિમત સુધી ના ભાવ મા વેચાણ અર્થે મુકેલ છે.દરવર્ષ ની જેમ આ વર્ષે ગ્રામ્ય વિસ્તારો માથી ગ્રાહકો ન આવતા વેપારીઓ મા નિરાશા જોવા મળી રહી છે.મંદી ની પાછળ નુ કારણ મોંઘવારી,લોકો મા ઉત્સાહ નો અભાવ અને ગ્રામ્ય વિસ્તાર ના નજીક ના સેંટરો પરથી મુર્તિઓ ઉપલબ્ધ રહેતા ગ્રામ્ય વિસ્તાર ના ગ્રાહકો ની સંખ્યા મા ઘટાડો જણાતો હોવાના કારણો વેપારીઓની સામે આવી રહ્યા છે. જેથી તેઓ જોઇતો માલ લાવી પેટીયુ રળી રહ્યા છે.

તસવીર - સઈદ મન્સુરી

અન્ય સમાચારો પણ છે...