તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • Dabhoi ખેતરમાં કેળાની લુમ કાપતા યુવાનને વીજ વાયરનો કરંટ લાગતા મોત થયું

ખેતરમાં કેળાની લુમ કાપતા યુવાનને વીજ વાયરનો કરંટ લાગતા મોત થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણોદ નજીકના નીમાન ગામડી પાસેથી પસારથી જેટકો વીજ કંપનીની હાઇટેન્શનના વીજ વાયરોના કરંટ ખેતરમાં કામ કરતા આશાસ્પદ યુવાનનું મોત થતા પંથકવાસીઓે વિદ્યુત કંપની પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ બાબતે ગામના સરપંચના પતિ કનુભાઇ રયજીભાઇ વસાવાએ ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે ચાણોદ પોલીસે સીઆરપીસી 174 હેઠળ પંચનામા સહિતની પોલીસ કાર્યવાહી હાથ ધરી પીએમ કર્યા બાદ મૃતદેહ તેમના પરિવારને સોંપ્યો છે.

ચાણોદ નજીક આવેલ નીમાન ગામડી ગામના સંજય ઉર્ફે બાંગાભાઈ કરસનભાઇ વસાવા, મુન્ના સમતા મકવાણા, કિરણ જયંતિ વસાવ અને નરેશ હિંમત વસાવ ગામની જ સીમમાં આવેલ રજનીભાઇ વલ્લભભાઇ પટેલના કેળના ખેતરમાં કેળના લુમનું કટિંગ કરતા હતા. તે દરમિયાન ખેતર ઉપરથી પસાર થતી જેટકો વીજ કંપનીના નમી ગયેલા વીજ વાયોરનો કરંટ સંજય ઉર્ફે બાંગાભાઇ કરસનભાઇ વસાવાને લાગતા જ ત્યાં ઢળી પડ્યો હતો.જેથી તેના સાથે કામ કરતા અન્ય યુવાનો ડઘાઇ ગયા હતા. તેને તાત્કાલિક ચાણોદના સરકારી દવાખાને ખસેડાયો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ પ્રથમ ડભોઇના સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આમ . ..અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...