તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરણ્યા ગામની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતા મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ તાલુકાના અરણ્યા ગામની પરિણીત મહિલા જેનું લગ્ન 04 વર્ષ અગાઉ થયું હોય નામે મીરાબેન વિક્રમભાઇ બારીયા ઉં.વ.26 ની પતિ સાથે વડોદરા ઘાંઘરેટીયા, સોમાતલાવ ખાતે ભાડાના મકાનમાં રહેતી હોય ચારેક દિવસ અગાઉ પતિ વિક્રમ બારીયા સાથે સાસરી અરણ્યા આવી હતી. જે બાદમાં ગતરોજ વડોદરા જવાનું કહેતા પતિએ ના પાડતા પરિણીતાને લાગી આવતા ઘાંસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેની તબિયત લથડી હતી. જેતી તેને સારવાર અર્થે ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેનું આજરોજ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં ડભોઇ પોલીસે અકસ્માત મોતની નોંધ લઈ પતિની જાણ આધારે લાશનું પી.એમ.કરાવી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...