તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇમાં પત્નીને શોધવા ગયેલ પતિ પણ ગુમ થતા ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇની વડોદરી ભાગોળ પાસેના પંચોલી ફળીયા નો 42 વર્ષીય ઇસમ પોતાની એક વર્ષથી અન્ય પુરુષ સાથે જતી રહેલ પત્નિ ની શોધખોળ કરવા જવાનુ કહી ગત તા-23/04/2018 એ ઘેર થી નિકળ્યા બાદ આજદિન સુધી પરત નહી ફરતા તેમજ તેની શોધખોળ કરવા છતા પણ ન મળી આવતા ગુમ થનાર ના પિતાએ ડભોઇ પોલીસ ને પુત્ર ની ગુમ થયા અંગે ની લેખિત અરજી આપી શોધખોળ માટે મદદ માંગતા ડભોઇ પોલીસે ગુમથનાર ની જાણવાજોગ નોધ લઈ તેની શોધખોળ માટે ની કાર્યવાહી હાથ ધરેલ છે.

ડભોઇ પોલીસ માથી મળતી માહીતી મુજબ ખબર આપનાર નરસિહભાઇ માવજીભાઇ ચાવડા ઉ.વ.66 રહે.છતરીયાળા,ચુડા,સુરેન્દ્રનગર મુળ રહે.વડોદરી ભાગોળ,ડભોઇ ની અરજી મા જણાવ્યા મુજબ તેમનો પુત્ર નામે રાજેશભાઇ નરસિહભાઇ ચાવડા ઉ.વ.42 જે ડભોઇ મા વાળંદ નુ કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતો હતો.ગુમ થનાર રાજેશ ચાવડા ની પત્નિ તેજલબેન ગત તા-8/12/17 ના રોજ અમદાવાદ થી અન્ય પુરુષ સાથે જતી રહેલ હોય જેની શોધખોળ કરવાનુ કહી રાજેશ ચાવડા પણ ઘેર થી નિકળ્યો હતો.જે ચાર માસ ના સમય વિત્યે પણ પરત ન આવતા ગુમ થનાર ના પિતાએ લેખિત અરજી આપતા ડભોઇ પોલીસે જાણવા જોગ નોધ કરી ગુમ થનાર રાજેશભાઇ ચાવડા ની શોધખોળ માટેની તપાસ જમાદાર સંતોષકુમાર રામચંદ્ર સતપાલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...