2 મહિના સુધી રેતીની લીઝોમાંથી ખનન બંધ કરવા મુદ્દે આજે બેઠક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેદીવસ પહેલા છોટા ઉદેપુર જીલ્લા કલેક્ટરે બે મહીના સુધી રેતીની લીઝમાથી રેતી ખનન કરવા પર પ્રતિબંધ લાદતા રેતી ઉધ્યોગ સાથે સંકળાયેલા લોકોની 30 જુલાઇના રોજ બોડેલી ખાતે મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ છે.

છોટા ઉદેપુર જીલ્લામા રેતી ઉધ્યોગ મોટા પ્રમાણમા ચાલે છે. અને તેના કારણે સેકડો લોકોને રોજગારી મળે છે. પરંતુ ગયા અઠવાડીયે છોટા ઉદેપુર પાસે ઘેલવાંટ ખાતે રાત્રીના સમયે રેતી ભરવા ગયેલામાથી બે જણ નદીમા અચાનક પાણી આવી જતા તણાઇ ગયા હતા. જેથી છોટા ઊદેપુર કલેક્ટર દ્વારા આવા અક્સ્માતો નિવારવા માટે ચોમાસાના મુખ્ય બે મહીના તારીખ ૨૭/૭/૨૦૧૫ થી ૨૬/૯/૨૦૧૫ સુધી જીલ્લાની કોઇ પણ રેતીની લીઝમાથી રેતીનુ ખનન કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. જેને કારણે પંથકના સેકડો લોકોની રોજીરોટી છીનવાઇ જવા પામી હતી. જેને કારણે રેતી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મીટીંગ તારીખ 30 જુલાઈના રોજ બોડેલી ખાતેની અમ્રુત ગાર્ડન હોટેલ ખાતે રાખવમા આવી છે. અને મીટીંગમા કલેક્ટરના બે મહીનાના પ્રતિબંધના વિરોધમા કદાચ રણશીંગૂ ફુંકાય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.

રેતી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મિટિંગનંુ આયોજન કરાયંુ

અન્ય સમાચારો પણ છે...