તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીના નોટબંધીના નિર્ણય પર પ્રજાની સ્વીકૃતિની મહોર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીજિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓની પેટા, મધ્ય સત્ર તેમજ સામાન્ય ચુંટણીના પરિણામોમાં ભાજપએ કુલ 125 બેઠકોમાંથી 109 બેઠક પર વિજય મેળવ્યો છે. નોટબંધી બાદ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ વડાપ્રધાનના નિર્ણયને સ્વિકૃતીની મહોર મારી છે.

...અનુસંધાન પાનાં નં.13

પરિણામ જાહેર થયા બાદ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી રુપાણી, પ્રદેશ પ્રમુખ વાઘાણી સહિતના ટોચના આગેવાનો અને કાર્યકરોએ મળીને વિજયોત્સવ મનાવ્યો હતો.

મુખ્યમંત્રી રુપાણીએ ભાજપના વિજયને વડાપ્રધાન મોદીના નોટબંધીના નિર્ણય પર પ્રજાએ મારેલી સ્વીકૃતિની મહોર સમાન ગણાવ્યો હતો.

ઉપરાંત છોટા ઉદેપુર, નડીયાદ, બાવળા, પ્રાંતિજ, ધાનેરા, કાલાવડ, ઓખા, ઉપલેટા, વિસાવદર, ચોરવાડ તેમજ કોડીનાર નગરપાલિકાઓમાં કુલ 18 બેઠકો પર થયેલી પેટા ચુંટણીમાં ભાજપ 17 બેઠક પર લડ્યો હતો. જેમાંથી 15 બેઠકો પર જીત હાંસલ કરીને કોંગ્રેસની 8 બેઠકો આંચકી છે.

જિલ્લા પંચાયતોની પેટા ચુંટણીમાં ભાજપએ ગત સમયની સરખામણીએ કોંગ્રેસની 3 બેઠકો આંચકી છે, તાલુકા પંચાયતોની પેટા ચુંટણીમાં 3 બેઠકો અને ગોંડલ તાલુકા પંચાયતની મધ્ય સત્ર ચુંટણીમાં 8 બેઠકો કોંગ્રેસ પાસેથી ઝૂંટવી છે.એકમ કુલ ભાજપ કોંગ્રેસ

જિલ્લા(પેટા) 0503 02

તાલુકા(પેટા) 0905 04

તાલુકા(મસ) 2218 04

પંચાયત પરિણામ

નામ કુલ બેઠકો ભાજપ કોંગ્રેસ

વાપી 4441 3

કનસાડ2827 1

અહીંભાજપે કોંગ્રેસની 17 બેઠકો આંચકી લીધી

નગરપાલિકા પરિણામ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 125 બેઠકોમાંથી 109 પર ભાજપનો વિજ્ય

અન્ય સમાચારો પણ છે...