તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝોર ગામ પાસેથી વિદેશ દારૂ ઝડપાયો : બે ઇસમો ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્રોલી ગામ તરફથી આવતા મોટર સાઇકલ પર કંતાનના થેેલામાં વિદેશી દારૂના પ્લાસ્ટિકના હોલ નંગ 17, વ્હીસ્કી ક્વાટરિયાના 144 નંગ બંનેમળી 17215 અને મોટર સાઇકલ કિં રૂા 40000 સાથે કુલ 57215નો મુદ્દામાલ છોટાઉદેપુર પોલીસ ઝડપી પાડ્યો હતો. બુટલેગર ફરાર થઇ જતા તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસ બરંડાને બાતમી મળી હતી કે બજાર કંપનીના મોટરસાઇકલ એક ઇસમ કંતાનના થેલામાં પરપ્રાંતિય દારૂ ભરી અત્રોલી તરફ આવે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઝેર ગામ તરફના ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન અત્રોલી ગામ તરફથી બાતમી મુજબની મોટરસાઇકલ આવતા તેને કાર્ડન કરી રોકવાની કોશિશ કરતા બાઇક ચાલક અને પાછળ બેસેલ ઇસમ મોટરસાઇકલ નાખી ભાગી ગયા હતા. જેનો પોલીસે પીછો કરવા છતાં પકડાયા ન હતા અને નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસ મોટરસાઇકલ બાંધેલા કંતાનના થેલામા તપાસ કરતા તેમાં પરપ્રાંતિય વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટરિયા ચેક કરતા કિંગ વ્હીસ્કી હોલ નંગ 161 જેની કિંમત રૂપિયા 17215 અન મોટર સાઇકલ કિંમત 40000 મળી કુલ 57215નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલા બંને ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...