તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે લોકોને હાલાકી

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે લોકોને હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં આરોગ્ય લક્ષિ સુવિધાઓ કેટલી મળે છે બાબતને લઈ છોટાઉદેપુર નગર સેવાસદનના મહીલા પ્રમુખ નેહાબેન જયસવાલ દ્વારા તા 26ના રોજ મુલાકાત કરેલ હતી. જે મુલાકાત દરમ્યાન છોટાઉદેપુરની મુખ્ય જનરલ હોસ્પિટલમાં આરોગ્ય લક્ષિ સેવાનો અભાવ જોવા મળ્યો હતો. જેને લઈ તા. 29ના રોજ કલેકટરની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતીની બેઠક મળી હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી એમ આર ચૌધરી પણ હાજર રહ્યા હોય છોટાઉદેપુર નગર સેવાસદનના પ્રમુખ દ્વારા જનરલ હોસ્પિટલમાં આરોગ્ય લક્ષિ સુવિધાનો અભાવનો પત્ર કલેકટરને પાઠવી ધારદાર રજુઆત કરી હતી. જેમાં જનરલ હોસ્પિટલમાં આઈસીયુ રૂમ સિવાય મેલ ફીમેલ વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજનની સેવા નથી, જે હોવી જરૂરી છે, હાલમાં જનરલ હોસ્પિટલમાં ડાયલિસીશની કામગીરી શરૂ થયેલ છે. પરંતુ જનરેટરની સુવિધા નથી. જે હોવી જરૂરી છે લાઈટ જવાના કારણે દર્દીને તકલીફ ન થાય તે માટે જનરેટરની જરૂર છે.

ગુજરાત સરકાર તરફથી 200 જેટલા ડોકટરોની ભરતી કરેલ છે. જેમાં દાહોદ જિલ્લાને ૭૦ જેટલા ડોકટર ફાળવી દેવાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં એકપણ ડોકટર ફાળવેલ નથી જે દુઃખદ બાબત છે. જનરલ હોસ્પિટલમાં ખાલી પડેલ જગ્યામા ફિઝીશયન, જનરલ સર્જન, ગાયનેક, બાળ રોગ નિષ્ણાત, ઓર્થો સર્જન જેવા ડોકટર જ નથી જેને લઈ નાગરીકોને વધુ સારવાર માટે બહારગામ જવું પડે છે. પ્રમુખ આદીવાસી વિસ્તારના દર્દીઓની વ્હારે આવી આરોગ્ય લક્ષિ સુવિધા ઉભી કરાવે તેવી માંગણી કરેલ છે .

છોટાઉદેપુર જિલ્લા સેવસદન ખાતે રોગી કલ્યાણ સમિતી ,આરોગ્ય લક્ષિ બેઠક મા નેહા બેન જયસવાલ હાજર રહ્યા.તસવીર ઈરફાન લકીવાલા

આરોગ્ય લક્ષિ સુવિધા વેહલી પૂર્ણ કરાશેનું આશ્વાસ
જિલ્લા કલેકટર દ્વારા જનરલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષિ સેવાનો અભાવની મારી રજુઆતને લઈ વેહલીતકે આરોગ્યલક્ષિ સેવા કાર્યરત કરાશેનું આશ્વાસન અપાયું છે. જે દવા પંડીત દિન દયાલ જેનરીક મેડિકલ સ્ટોરમા ઉપલબ્ધ નથી. તે વહેલી તકે આદીવાસી ગરીબ દર્દીઓ ને મળેમાટે હું એ રજુઆત કરેલ છે . નેહાબેન જયસવાલ, પાલિક પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...