તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોેટાઉદેપુર સુધી ટ્રેન ચાલુ કરાવવા સાંસદ DRMને મળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર દિવસમાં ચાર વખત આવતી ટ્રેનો તા 13 જૂન 1018થી રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જેની પાછળનું કારણ દેવગઢ બારિયા તરફ જતા રોડ ઉપર એક ફાટક આવેલ છે એ બંધ કરવામાં આવે તો પ્રજાને 5 કિલોમીટરનો ફેરો પડતો હોય જેથી સ્થાનિક રહીશો દ્વારા ફાટક બંધ નહીં કરવા વિરોધ કર્યો હતો. અને રેલવે દ્વારા અન્ડરબ્રિજ માટે ખોદકામ કરેલ એ પ્રજાએ પૂરી દીધેલ અને રેલવે ટ્રેક પર માટી નાંખી દેતા અકસ્માત થવાની શક્યતાઓને લઈ સેફટી સિક્યોરિટીએ રિપોર્ટ આપતા ટ્રેનો બંધ કરી દીધી છે.

દિવસ દરમ્યાન ટ્રેનમાં રોજ 900 મુસાફરો જતા હતા તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે રેલવેને રૂ 30 હજારનું રોજ નુકસાન પણ થાય છે. આ ઝડપથી ચાલુ થાય એ માટે વિવિધ યુનિયનો દ્વારા સાંસદ રામસિંગભાઈ રાઠવાએ રજૂઆતો કરી હતી. જેના આધારે સાંસદ રામસિંગભાઈ રાઠવા વડોદરા ડિવિઝન ડીઆરએમ દિવ્યકાંતભાઈ તથા ટેક્નિકલ અધિકારીને મળ્યાં હતાં અને પ્રજાને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી વહેલી તકે ટ્રેન શરૂ કરવા ભાર પૂર્વક રજુઆત કરી હતી. એના પ્રતિભાવ સ્વરૂપે ડીઆરએમને સાંસદને જણાવ્યું હતું કે અમો 10 દિવસમાં ટ્રેન શરૂ કરી દેવાના પ્રયત્નો કરીશું અને સ્થાનિક રહીશો સાથે પણ ચર્ચાઓ કરીશું પ્રજાને સગવડો આપવા માટે રેલવે તૈયાર છે.

છોટાઉદેપુર આવતી ટ્રેનો બંધ થઈ જતાં સાંસદ રામસિંગભાઈ રાઠવા વડોદરા ડિવિઝનના ડીઆરએમ દિવ્યકાંતભાઈ તથા ટેકનિકલ અધિકારીઓને મળ્યા હતા. વિવેક રાલવ

અન્ય સમાચારો પણ છે...