• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • છોટાઉદેપુરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળે માટે ચુસ્ત બંદોબસ્ત

છોટાઉદેપુરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળે માટે ચુસ્ત બંદોબસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં તા. 14ના રોજ લાયબ્રેરી રોડ ઉપરથી રંગે ચંગે રથયાત્રા નિકળનાર હોંય આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટાપાયે મેદની એકત્રિત થશે. જે દરમ્યાન કોઈ અઘટિત ઘટના ના બને અને કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થાય એ માટે એસપી એમ એસ ભાભોરે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું છે. એસપી એમ એસ ભાભોરે આ બંદોબસ્ત અંગે જણાવ્યું હતું કે નગરના મહત્વના પોઈન્ટ ઉપર પાંચ વિડિઓ ગ્રાફર રાખવામાં આવશે. બંદોબસ્તમાં ડીવાયએસપી 1 પીઆઈ 3 પીએસઆઈ 5 એસઆરપીની ટુકડી તથા 150 જેટલા જી આર ડી અને હોમગાર્ડ 250 જેટલી સ્થાનિક પોલીસ રહેશે આ દિવસે શનિવારનો હાટ સવારથી જ ભરવા દેવામાં નહીં આવે જ્યાંથી રથયાત્રા પસાર થનાર છે ત્યાં દબાણો ...અનુસંધાન પાના નં.2

કવાંટમાં રથયાત્રાને લઇ શાંતિ સમિતિ બેઠક કવાંટ| આગામી રથયાત્રાને લઇ છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતી બેઠક યોજવાનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કવાંટ પોલીસ મથકમાં આજે ડીવાયએસપી મેઘા તેવાર દ્વારા બેઠક યોજઇ. જેમાં અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂ સહેલાઇથી ઘુસાડી શકાય છે. જેને લઇને આ તાલુકામાં ફરજ બજાવતી પોલીસ દહેશત હેઠળ જીવતી હોવાની પ્રજાએ રજુઆત કરી સાથે સાથે પોલીસ મથકને અપગ્રેડ કરવામાં આવે. પોલીસ સ્ટાફ ઓછો હોવાથી માત્ર દારૂ પકડવા ફરતી પોલીસ અન્ય કોઈ કામ માટે પોલીસની જરૂર પડે ત્યારે સમયસર પોલીસ પહોંચતી નથી જ્યારે ભૂતકાળમાં એસઆરપી કુમક આ તાલુકામાં હતી તે પણ ઉઠાવી લેવામાં આવી છે આવી વિવિધ રજૂઆતો બુધવારે આવેલ ડીવાયએસપી સમક્ષ પ્રજાએ રજુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...