કદવાલના PSIના જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે બી કટારાના સરકારી કવાટર્સમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂ બિયર તથા અન્ય દારૂના ક્વાર્ટરયા 265 નંગ તા 15/6ના રોજ રૂ. 39510 મુદ્દામાલ મળી આવ્યો હતો. એ અંગેનો ગુનો દાખલ થયો હતો. સદર ગુન્હા સંદર્ભે પાવીજેતપુર કોર્ટ દ્વારા આ ગુન્હામાં સામેલ કદવાલ પી એસ આઈ જે બી કટારા કોન્સ્ટેબલ રણજીતસિંહ ભુપેન્દ્રસિંહ સીસોદીયા અને કનુભાઈ ગીગાભાઈ કામડિયા ને તા 18/6/18 ના રોજ જામીન આપવા માટે હુકમ કર્યો હતો. જેની સામે સરકાર તરફ એલસીબી પીઆઈ એ વી કટકડએ ઉપલી સેશન્સ કોર્ટમાં જામીન નામંજુર કરાવવા અરજી કરી હતી. એ સંદર્ભે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારે ધારદાર રજુઆત કરતા છોટાઉદેપુર સેસન્સ કોર્ટ દ્વારા ત્રણ વ્યક્તિના જામીન નામંજુર કરીને પાવીજેતપુર કોર્ટે હજાર થવા તા 11/7ના હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...