તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Chhota Udaipur છોટાઉદેપુર રેલવે સ્ટેશને આર્મીના રિટાયર્ડ સૈનિકનું ભવ્ય સ્વાગત કરાયું

છોટાઉદેપુર રેલવે સ્ટેશને આર્મીના રિટાયર્ડ સૈનિકનું ભવ્ય સ્વાગત કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિંહાદા ગામના વતની દિનેશભાઇ લાલસિંગભાઈ રાઠવા સત્તર વર્ષ સુધી આર્મીમાં ફરજ બજાવી રિટાયર્ડ થઈ માદરે વતન ફરતા સિંહાદા ગામના રહીશો દ્વારા છોટાઉદેપુર રેલવે સ્ટેશને તેઓનું બેન્ડબાજા ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેઓ સન 2001માં આર્મીમાં જોડાયા હતાં. પ્રથમ બિહાર રિજીમેન્ટમાં સામેલ થયેલ ત્યારબાદ અરુણાચલ ભૂતાન બોર્ડર અને રાજસ્થાન સરહદ ઉપર સફળ કામગીરી કરી હતી. આદિવાસી વિસ્તારમાંથી અનેક યુવાનો છોટાઉદેપુર જિલ્લાના સૈન્યદલમાં કામગીરી કરી રહ્યાં છે. જેઓ નિવૃત થઈને માદરે વતન આવતા તેઓનું ગ્રામ્યજનો ભવ્ય સ્વાગત કારી નાચતે ગાજતે પોતાના વતન લઈ જાય છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સગાંવહાલાં અને ગ્રામ્યજનો જોડાયા છે. સમગ્ર જિલ્લામાં આર્મીમાં નિવૃત થયેલ અનેક કર્મચારી છે. તેઓની સેવાઓ કોઈ આફત સમયે ઉપયોગી થઈ પડે એ માટે એક સંસ્થા ઉભી કરવાની પણ તૈયારીઓ ચાલી રહી હોવાનું રમણભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

તેજગઢના હરદાશપુર ખાતે ભારતીય આર્મીમાંથી નિવૃત થઈ આવેલા રાઠવા અર્જુનભાઇનું ઢોલ-નગારા અને આતશબાજીથી સ્વાગત કરવામાં આવ્યું
તેજગઢ હરદાશપુર ખાતે ભારતિય આર્મીમાંથી નિવૃત થઈ આવેલા રાઠવા અર્જુનભાઇનું ઢોલ-નગારા અને આતશબાજી કરી ફુલહાર થી આજુબાજુના આદિવાસી સમાજના લોકોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકાના ખડખડ ગામના રાઠવા અર્જુનભાઈ તેરસીંગભાઈ ઇન્ડિયન આર્મીમાં 20 વર્ષ ઉપરાંત ફરજ બજાવતા હતા અર્જુનભાઈ રાઠવા ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત થઈ પોતાના વતનમાં પરત ફરતા તેજગઢ હરદારપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર આગળ આતશબાજી અને ઢોલ નગારા સાથે વડોદરાથી આવી પહોંચતા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આદિવાસી પરંપરા મુજબ નિવૃત થયેલા અર્જુનભાઈ રાઠવા ને ખભે બેસાડી ટીમલી કુદાવામાં આવી હતી ખડખડ ગામ ના અર્જુનભાઈ રાઠવા ઓપી યુદ્ધ તથા વિદેશની ધરતી પર ભારતનો નામ રોશન કરી આદિવાસી સમાજનું ગૌરવ વધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેજગઢના હરદાશપુર ખાતે ભારતીય આર્મીમાંથી નિવૃત થઈ આવેલા રાઠવા અર્જુનભાઇનુંું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મજીદ ખત્રી

છોટાઉદેપુર રલવે સ્ટેશને આર્મીના રિટાયર્ડ સૈનિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...