તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોસ વસેડી પાસેથી વિદેશી દારૂ સાથે મહિલા સહિત 3 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ- ૩૯૬ કિં.રૂ.૧,૩૪,૫૮૦ના વિદેશી દારૂ અને કાર સાથે કુલ ૪,૫૫,૨૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે એક મહિલા તથા બે પુરૂષને ખોસ વસેડી પાસેથી છોટાઉદેપુર એલસીબીએ ઝડપી પાડ્યાં હતાં.

છોટાઉદેપુર જિલ્લા એલસીબી પી.આઈ. એ.વી.કાટકડને બાતમી મળેલ કે એક ગ્રે કલરની રેનોલ્ડ ક્વીડ ગાડી નંબર-GJ27BS1819માં ઈંગ્લીશ દારૂ ભરી રંગપુર તરફથી છોટાઉદેપુર તરફ આવનાર છે તેવી મળેલ બાતમી હકિકત આધારે ખોસ-વસેડી રોડ પાસે એલસીબી દ્વારા વોચ નાકાબંધી ગોઠવવામાં આવેલ દરમિયાન ઉપરોક્ત બાતમી હકિકત વાળી ક્વીડ ગાડી આવતા તેને કોર્ડન કરી પકડી પાડેલ અને ગાડીમાં બેસેલ ઇસમોના નામ-ઠામ પૂછતા માનસીંગ ઉર્ફે મનોજભાઇ ગણપતભાઇ જાતે પાઢિયાર રહે, કણભા બસ સ્ટેન્ડ પાસે તા.બોરસદ જી.આણંદ, રાજેન્દ્રભાઇ દેવજીભાઇ જાતે પઢિયાર રહે, કણભા બસ સ્ટેન્ડ પાસે તા.બોરસદ જી.આણંદ, દક્ષાબેન પ્રકાશભાઇ કલ્યાણસિંહ નાયક રહે.બી,૨૫ હીરાનગર સોસાયટી અક્ષરચોક, પાછળ જૂના પાદરા રોડ વડોદરા નાઓએ ગાડીના અંદરના ભાગે વચ્ચેની સીટ નીચે તથા પાછળની ગાડીની ડીકીમાં પરપ્રાન્તીય વિદેશી દારૂની છુટ્ટી બોટલો તથા ટીન બીયર ભરેલ મળી આવેલ જે વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૩૯૬ કિં.રૂ.૧,૩૪,૫૮૦ના પ્રોહી મુદ્દામાલની હેરા ફેરીમા ઉપયોગમાં લીધેલ ક્વીડ ગાડી નંબર GJ27BS1819 ની કિંમત રૂ.૩,૦૦,૦૦૦ તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ ૩ કિં.રૂ.૫,૦૦૦ તથા રોકડા રૂ-૧૫,૬૮૦ મળી કુલ કિં.રૂ.૪,૫૫,૨૬૦ના મુદ્દામાલ સાથે પકડાયેલ મહિલા સહિત ત્રણેય ઇસમો વિરૂદ્ધ છોટાઉદેપુર પો.સ્ટે.મા પ્રોહિબિશન એકટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...