તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર પોલિ. કોલેજના પ્રોફેસરની પત્નીનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં આવેલ પોલીટેક્નિક કોલેજમાં મેકેનિકલ વિભાગમાં લેકચરર તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રભાઈ દલસિંગભાઈ ચૌધરીની પત્ની મંજુબેન ચૌધરી ઉ.વ. 28 એ તા 4 રાત્રીના પંખા ઉપર લટકી આપઘાત કર્યો હતો.

પોલિટેક્નિક કોલેજમાં મેકેનિકલ વિભાગમાં લેકચરર તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રભાઈ ચૌધરી પોલીટેક્નિક સ્ટાફ કવાટર્સ માં રહેતા હતા. તા.4ના રોજ બંને વચ્ચે ખટરાગ થતા પત્નીએ ઘરની અંદર પંખા ઉપર દુપટ્ટો બાંધી આપઘાત કરતા કોલેજમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. મૃત વ્યક્તિનું પીએમ કરાવી તેણીની લાશ પોલીસે સગા સંબંધીઓને સોંપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...