• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • છોટાઉદેપુરમાં એક ગાડીની નંબર પ્લેટ અન્ય ગાડી પર લગાવી દીધી

છોટાઉદેપુરમાં એક ગાડીની નંબર પ્લેટ અન્ય ગાડી પર લગાવી દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી. દ્વારા સ્ક્રેપમાં ગયેલ સ્વિફટ ગાડીનો નંબર બીજી સ્વિફટ ગાડીમા લગાવી ફેરવતા ઇસમની ધરપકડ કરવામાં આવી.

એલ.સી.બી. પો.ઇન્સ. એ.વી.કાટકડ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે છોટાઉદેપુર ટાઉનમા રહેતો સરફરાઝ ઇલીયાસભાઇ ચિંતામણ નાઓ પાસે એક સ્વિફટ ગાડી છે જેનો રજી નંબર GJ-14-E-5640 નો છે જે તેણે ચોરી થી અથવા છળકપટથી મેળવેલ છે અને તે આ સ્વિફટ ગાડી લઇ કસ્બા ચાર રસ્તા આગળથી પસાર થનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે પો.ઇન્સ. એ.વી.કાટડ નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે કસ્બાચાર રસ્તા પાસે વોચનાકાબંધીમા ગોઠવાઇ ગયેલ દરમ્યાન બાતમી હકિકતમા જણાવ્યા મુજબની સ્વિફટ ગાડી આવતા તેને રોકી લીધેલ અને ગાડીના ચાલકનું નામ ઠામ પુછતા તેને પોતાનું નામ સરફરાઝ ઇલીયાસભાઇ ચિંતામણ રહે.છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર, ઝોઝ રોડ તા.જી.છોટાઉદેપુર નાઓ હોવાનું જણાવેલ જેથી તેની પાસે સ્વિફટ ગાડીના અસલ કાગળો માંગતા તે ગલ્લાં તલ્લાં કરી ઉડાવ જવાબ આપતો હોય જેથી ગાડીના આગળ તથા પાછળના ભાગે રજી નંબર જોતા GJ-14-E-5640 નો હોય અને ચેચી નંબર જોતા સ્વિફટ ગાડીમાં ચેચીસ નંબરની પટ્ટી વેલ્ડીંગ કરી ચોંટાડેલાનું જણાય આવેલ અને એન્જીનનો નંબર જણાય આવેલ ન હોય જેથી સદરી ઇસમની ધરપકડ કરી સ્વિફટ ગાડી બાબતે વિગતવાર પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે આજથી સાડા ત્રણ વર્ષ પહેલા અમદાવાદ શ્રીરામ ફાઇનાન્સ ખાતેથી એક સ્વિફટ VDI ગાડી રજી.નં. GJ-14-E-5640 ની રૂ.400000માં તેના પિતાના નામે ખરીદેલ જેમા તેઓએ રૂ.150000 પહેલા ભરેલ ત્યારબાદ બાકીના રૂપિયા હપ્તેથી ભરવાનું નકિક કરેલ પરંતું તેઓએ ગાડીના હપ્તા ભરેલ નહિં અને ગાડી લીધાના ચારેક મહિના બાદ મહેસાણા જતા રસ્તામાં અમદાવાદ નજીક આવેલ હાઇવે ખાતે તેઓની આ સ્વિફટ ગાડી એકસીડન્ટ થતા ટોટલ લોસ થયેલ અને ગાડીનો સ્ક્રેપ અમદાવાદ કબાડી માર્કટમા વેચી દીધેલ દરમ્યાન તેઓએ સ્વિફટ ગાડીની નંબર પ્લેટ તથા ચેચીસ નંબર પ્લેટની પટ્ટી કાપી લીધેલ અને ગાડીના ઓરીજન કાગળો પણ પોતાની પાસે રાખી લીધેલ ત્યારબાદ પકડાયેલ આરોપી સરફરાજે છોટાઉદેપુર ટાઉનમા રહેતા ઇમરાનભાઇ કે જેઓ પી.આર.ચૌધરી ફાઇનાન્સ કંપનીમા ગાડી સીઝ કરવાનું કામ કરતા હોય તેઓ પાસેથી એક સ્વિફટ VDI ગાડી નંબર વગરની રૂ.100000મા વેચાતી લઇ તે ગાડી ઉપર પોતાની જુની ગાડીનો રજીસ્ટ્રેશન નંબર તથા ચેચીસ નંબરની પટ્ટી વેલ્ડીંગ કરાવી ઉપયોગ કરે છે.

તેમ જણાવતા સદર ગાડી બાબતે ખાતરી તપાસ કરતા ગાડીનો સાચો રજી નંબર GJ-17-AH-0272 નો જણાય આવેલ જેથી સદરી સરફરાઝ ઇલીયાસભાઇ ચિંતામણ રહે.છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર, ઝોઝ રોડ તા.જી.છોટાઉદેપુર નાઓ વિરૂદ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.80/2018 ઇ.પી.કો. કલમ 473, 485 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહ હાથ ધરવામા આવી.

આમ છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી. દ્વારા સ્ક્રેપમાં ગયેલ સ્વિફટ ગાડીનો નંબર બીજી સ્વિફટ ગાડીમા લગાવી ફેરવતા ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...