તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • છોટાઉદેપુર જિ.ના ગામડાઓમાં દવા છાંટવાની કામગીરીનો પ્રારંભ

છોટાઉદેપુર જિ.ના ગામડાઓમાં દવા છાંટવાની કામગીરીનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે અનેક ગામોમાં મેલેરિયાના અનેક દર્દીઓ બહાર આવે છે. સામાન્ય રીતે ચોમાસુ શરૂ થતાં મચ્છરોનો ઉપદ્રવ એકાએક વધી જાય છે. ઘેર ઘેર તાવના દર્દીઓના ખાટલા શરૂ થઈ જાય છે એમાં છોટાઉદેપુર ટાઉનમાં મેલેરિયાના દર્દીઓ ખાસ હોય છે. આ વાતને ધ્યાનમાં લઈ ચાલુ વર્ષે જિલ્લામાં મેલેરિયા અધિકારી આર એમ શર્માએ ચોમાસાના પ્રારંભ પેહલા 63 ગામોની અંદર મચ્છર નાશક આલ્ફા સાયફર મેટરિન દવાનો છંટકાવ કરી દીધો છે. જે 63 ગામો લીધા છે દવાના છંટકાવમાં તેમાં ગત વર્ષે મેલેરિયાના કેશો વધુ પડતા હતાં. જિલ્લા મેલેરિયા અધિકારીએ ફોન ઉપર જણાવ્યું હતું કે આ દવા છંટકાવનો પ્રથમ તબક્કો હવે પૂર્ણ થશે અને બીજો તબક્કો ઓગસ્ટ માસમાં પૂરો થશે.દર વર્ષે છોટાઉદેપુર માં મેલેરિયાના કેશો વધુ રહેતા હોય નદી કિનારાનો વિસ્તાર છે તેને પ્રથમ લેવામાં આવ્યો છે. ત્યાંના રહીશો ખાસ આ દવા છંટકાવ કરાવે તેવો ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...