તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાઓમાં શિક્ષકો નિયમિત ન આવતા DEOને રજૂઅાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પ્રાથમિક અને શાળાઓમાં બહારથી આવતા શિક્ષકો નિયમિત સમયસર નહીં આવતા વિદ્યાર્થીઓને પૂરું શિક્ષણ નથી મળતું એ અંગે પાંચ ગામના ગ્રામ્યજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી પી ડી પટેલને આવેદન પત્ર આપ્યું છે. આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે બહારગામથી આવતા શિક્ષકો સમયસર શાળામાં આવતાં નથી અને આવે છે તો હાથમાં મોબાઈલ લઈને ચેટિંગ કર્યા કરે છે. એ શિક્ષણ પ્રત્યે ધ્યાન આપતા નથી અને શાળાના સમય કરતાં પણ ઝડપી નીકળી જાય છે. જેને લઈ અમારા બાળકો ધોરણ 8માં ભણતા હોવા છતાં તેઓને લખતા વાંચતા પણ નથી આવડતું. જેને લઈ મજૂરી કરવાના દિવસો આવે છે. તેવું આવેદન પત્ર ગઢ ભીખાપુર કદવાલ વડોથ શટૂંન કુંડલ ગામના રહીશો દ્વારા આવેદન પત્ર આપ્યું છે.

ભણતર અંગેની સૌથી ખરાબ હાલત તો છોટાઉદેપુર જિલ્લામાં આવેલ રંગપુર રાઠ વિસ્તાર તથા કવાંટ તાલુકામાં આવેલ અંતરિયાળ ગામડાઓની છે. જ્યાં શાળાઓની અંદર વિદ્યાર્થીઓની પાંખી હાજરી હોય છે અને શાળામાં આવતા વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ આવડતું નથી. શાળામાં વિદ્યાર્થીઓ નહીં આવતા હોવા છતા શાળાના હાજરી પત્રકમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરી ભરાય છે. ઘણી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત બતાવવા અર્થે ભૂતિયા નામો પણ હાજરી પત્રકમાં ચાલતા હોવાની ઘણી મોટી ફરિયાફો છે.

ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર.તસવીર વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...