• Gujarati News
  • યુવાનોની ભાવિ કારકિર્દી માટે યોજાયેલો અનોખો સેિમનાર

યુવાનોની ભાવિ કારકિર્દી માટે યોજાયેલો અનોખો સેિમનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણઅને ભાવિ કારકિર્દી માટે પ્રેરણાત્મક બને તેવા અનોખા સેમિનારનું આયોજન બોરસદ તાલુકાના જંત્રાલ ગામની યુવા બ્રિગેડ દ્વારા કરાયું હતું. વિદ્યાર્થી જીવનના મહત્વના પડાવ પર પહોંચેલ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી પ્રમાણપત્રો સંદર્ભે અનુભવવી પડતી રઝડપાટ અને મુશ્કેલીઓના નિવારણ માટે નવતર પહેલ જંત્રાલના શિક્ષિતવર્ગ યુવાધન દ્વારા કરવામાં આવી છે.

આંબેડકર સંસ્કારધામ શાળાના આચાર્ય જાલમસિંહ પરમારે જણાવ્યું હતું, કે ‘ધો.10 કે 12ની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને પરિણામની આતુરતા રહે છે. પરંતુ વચગાળાના સમયમાં વિદ્યાર્થીઓના હિત માટે સૌ પ્રથમ વખત આયોજિત સેમિનારમાં નવતર વ્યવસ્થા અને આગોતરૂ માર્ગદર્શન મળે તે માટે જંત્રાલના યુવાધન હકારાત્મક અભિગમ સાથે જોડાયેલ છે.

જંત્રાલ ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય ભીમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘વિદ્યાર્થીઓને ધો.10 અને 12માં ઉત્તીર્ણ થયા બાદ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે તેમજ શિષ્યવૃતિ માટે આવકના દાખલા ઉપરાંત અનામતવર્ગના વિદ્યાર્થીઓને જાતિ તેમજ ક્રિમિલેયર અને ઉમર અધિવાસના પ્રમાણપત્રની જરૂરિયાત રહે છે જે તાલુકા મથકના સક્ષમ અધિકારીના સહી-સિક્કા સાથે મેળવવું જરૂરી છે. પરંતુ જરૂરી પુરાવા અને માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ અને વાલીઓને માટે મુશ્કેલી સર્જાય છે. બિનજરૂરી રઝડપાટની સ્થિતિ ઉદ્દભવે છે જેથી આગોતરા આયોજન માટે જંત્રાલમાં વિદ્યાર્થીઓના હિત માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું છે.’

સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે જંત્રાલના યુવાનો દ્વારા વિવિધ સંસ્થાઓના નોટિસ બોર્ડ અને જાહેર સ્થળો પર પ્રચાર કરાયો હતો.

જંત્રાલના યુવકોએ છાત્રોને માર્ગદર્શન મળે તે માટે સેિમનાર યોજ્યો હતો.

અરજીપત્રો સંદર્ભે શિક્ષિત યુવાનો મદદરૂપ બન્યાં

^સેમિનારમાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓને વિવિધ દાખલા માટે જરૂરી તમામ અરજીપત્રો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી વિગતો માટે યોગ્ય માહિતી નોંધવા માટે માટે શિક્ષિત યુવાનો મદદરૂપ હતા. જેથી વિદ્યાર્થી, વાલીઓને અરજીપત્રો સંદર્ભેની મુશ્કેલીભરી સ્થિતિનું પણ સરળતાથી નિરાકરણ થયું હતું. > અરવિંદપરમાર, યુવાબ્રિગેડ, જંત્રાલ

નવી પહેલ