• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Borsad
  • બોરસદની ગ્રા.પં.ના કોમ્પ્યુટર ઓપરેટરોને કાયમી કરવા માંગ

બોરસદની ગ્રા.પં.ના કોમ્પ્યુટર ઓપરેટરોને કાયમી કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં કર્મીઓને કાયમી ધોરણે નિમણૂંક અને કાયમી કર્મચારીને મળતાં લાભો આપવાની માગણી સાથે ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્યના ગામડાંઓમાં ઇ-ગ્રામ યોજના હેઠળ તમામ પંચાયતોમાં કોમ્પ્યુટર સાહસિકો છેલ્લા દસેક વર્ષથી ભરતી કરાઇ રહી છે. જોકે, ઓપરેટરોને અન્ય સરકારી કર્મચારી જેવા પગાર ધોરણો અને અન્ય લાભો મળતાં નથી. જે સંદર્ભે અનેક વખત આવેદનપત્ર અપાયા છે. આમ છતાં કોઇ પગલાં ભરાયાં નથી. આથી, પંચાયતોમાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (ઓપરેટર) (વીસીઇ)ની જગ્યા, પોસ્ટ ઉભી કરાય અને હાલ તે જગ્યા પર કામ કરતાં, સેવાઓ આપતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકોને કાયમી કરવામાં આવે અને નિયમ અનુસાર પગાર ધોરણો અને કાયમી કર્મચારીઓને મળતાં લાભો મળવા માગણી કરવામાં આવી છે.

ઉપરાંત બોરસદ તાલુકા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિકોએ ચિમકી ઉચ્ચારી હતી કે માગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન તેમજ અહિસક આંદોલન કરી પ્રતિક ઉપવાસ તેમજ જેલભરો આંદોલન, આત્મવિલોપન કાર્યક્રમો આપવામાં આવશે.

રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું

કાયમી કરવાની માંગ સાથે મામલતદારને અાવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...