બોરસદ પાલિકાની સામાન્ય સભામાં 24 કામ સર્વાનુમતે મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
BPL લાભાર્થીઓની યાદી વેરીફીકેશન કરી નવી બનાવવા ઠરાવ

બોરસદ નગરપાલિકાની સામાન્ય સભા બુધવારે યોજાઇ હતી. જેમાં એજન્ડાના 19 અને પ્રમુખ સ્થાનેની 5 કામો મળી કુલ 24 કામો સર્વાનુમતે મતે મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકાના કુલ 36 કાઉન્સિલરોમાંથી 32 કાઉન્સિલરો હાજર રહ્યા હત.ા જેમાં અગત્યના ભગીની સેવાથી વાસદ ચોકડી સુધીનેા રોડ પહોળો કરી સ્ટ્રીટલાઇટ નાંખવા માટે પહેલા નેશનલ હાઇવે પાસેથી રોડ પરત લઇ પાલિકા હસ્તક કરવા મંજુરી માંગી છે. અને બોરસદમાં ધીરે ધીરે બીપીએલ લાભાર્થીઓ હોય ફરીથી ક્રોસ વેરીફીકેશન કરી નવી બનાવવી અને હાલની 2001થી 2017 સુધીની યાદી રદ કરવા ઠરાવવામાં આવેલ છે.

બોરસદ નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને બુધવારે 11 કલાકે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં અગાઉથી નક્કી કરેલ એજન્ડાના 19 કામો અને વધારાના 5 કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકાના 4 કાઉન્સિલરો ઘેર હાજર રહ્યા હતા. આજની સીમમાં કોઇ ખાસ વિવાદીત કામો ના હોય સભા ટુંક સમયમાં સમાપ્ત થઇ ગયેલ હતી.

એજન્ડાના કામો મુજબ જુના ડસ્ટબીનો રીપેર કરવા સરક્યુલર બોર્ડ દ્વારા નક્કી કરેલ કામને મંજુર કરવામાં આવેલ વર્ષ 17-18નો ત્રિમાસીક હિસાબ ઉપરાંત પાલિકાની સ્કોરપીઓ ગાડી, એમ્બ્યુલન્સ રીપેરીંગ કરાવેલ હેાય બીલ પાસ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...