તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Borsad
  • Borsad ડાલી ગામ પાસે બાઇકની ટક્કરે યુવકનું ગંભીરા નજીક ટ્રકની અડફેટે વૃદ્ધનું મોત

ડાલી ગામ પાસે બાઇકની ટક્કરે યુવકનું ગંભીરા નજીક ટ્રકની અડફેટે વૃદ્ધનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાલી-બોરસદ રોડ પર કઠાણા નજીક બાઇક ચાલકે રસ્તે પસાર થઇ રહેલા યુવકને ટકકર મારીને રોડ પર પાડી દિધો હતો.તેને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળપર મોત નિપજયું હતું. જે અંગે વિરસદપોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

શનિવાર સાંજના દાદપુરાના હરમાનભાઇ પરમાર ખેતરમાં ઘરે આવી રહ્યા હતા.ત્યારેડાલી-બોરસદ રોડ પર કઠાણા વૃદાવનપુરા નજીક પસાર થઇ રહ્યા હતા.ત્યારે પૂરઝડપે આવી રહેલા બાઇક ચાલકે પોતાની બાઇક ગફલતભરી રીતે હંકારીને હરમાનભાઇને ટકકર મારી રોડ પર પાડી દઇને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જેથી તેઓનું સ્થળપર મોત નિપજયું હતું. આ અંગે મોહનભાઇ આશાભાઇ પરમારે વિરસદપોલીસ મથકે બાઇક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ત્યારે બીજી ઘટનામાં કિંખલોડ ગંભીરા રોડ પર દેવા પુરામાં રહેતાં સોમાભાઇ પુજાભાઇ પઢિયાર સવારે પેટ્રોલ પંપ પાસે ચાલીને ખેતરમાં જઇ રહ્યાં હતાં.તે સમય દરમિયાન પાછળથી પુર ઝડપે આવેલી રહેલા ટ્રક ચાલકે તેઓને અડફેટમાં લઇ રોડ પર પાડી દઇ માથામાં ગંભીર ઇજા પહોચાડી સ્થળ પર મોત નીપજાવ્યું હતું. જ્યારે ટ્રક ચાલક ટ્રક લઇને ભાગી ગયો હતો. આ અંગે અરવિંદ ભાઇ ડાહ્યાભાઇ પઢિયારે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...