તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Borsad
  • કઠાણામાં કપિરાજના હૂમલામાં ત્રણ બાળકો ઘવાયાં, વાલીઓમાં ફફડાટ

કઠાણામાં કપિરાજના હૂમલામાં ત્રણ બાળકો ઘવાયાં, વાલીઓમાં ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાના દિવેલ તાબેના કઠાણા સ્ટેશન વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિમાં સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક ગ્રામજનોમાં કપિરાજના આતંકને પગલે ભયની લાગણી વ્યાપી ગઈ છે.

કઠાણા સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી કપિરાજે કહેર વર્તાવ્યો છે. સવારથી ગામમાં ચઢી આવતી વાનર ટોળકી અનેક વિસ્તારોને રીતસર બાનમાં લઈ આતંક મચાવે છે. અત્યાર સુધીમાં શાળાએ અભ્યાસ માટે જતા નાના બાળકો સહીત સ્થાનિક લોકોને વાનરોએ બચકા ભરી કે નહોર મારી ઈજા પહોંચાડી હતી. મહીકાંઠા વિસ્તારના કઠાણામાં કપિરાજ (વાનર)એ આતંક મચાવી દીધો છે.ગમે તેના પર ત્રાટકીને ઈજા કરી વાનરરાજ ભાગી છુટે છે. અહીં કપિરાજની ત્રાસભરી કૂદાકૂદથી સ્થાનિક રહીશો સહિતના આસપાસના વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.આ બાબતે સત્વરે યોગ્ય પગલાં લેવાય તેવી લોકોએ માગ ઊઠાવી છે.

શાળાએ જતા બાળકો ભયભીત થયાં

કઠાણાસ્ટેશન વિસ્તારમાં વાનરોએ સામાન્ય લોકો સહીત ત્રણ બાળકો નિશાન બનાવ્યા હતા. પરિવારના વાનરોનો શિકાર બનેલ ત્રણેય ઈજાગ્રસ્તોને પરિવારજનો દ્વારા કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં હાલમાં તેઓએ હાલત સ્થિર છે. વાનરોના આતંકથી ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી છે.

ચાર દિવસથી કપિરાજના કહેરથી લોકો ત્રાહિમામ પોકારી ગયાં, વન વિભાગે પાંજરૂ મુક્યું

અન્ય સમાચારો પણ છે...