બોરસદમાંથી નગરપાલિકાએ 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

પ્લાસ્ટિકની બનાવટ કરતી દૂકાનોનું ચેકિંગ હાથ ધર્યું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
બોરસદમાંથી નગરપાલિકાએ 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
બોરસદ નગરપાલિક દ્વારા પર્યાવરણ જાગૃતિ અર્થે શહેરના વિવિધ વિસ્તારોમાં ઓપેરેશન હાથધર્યુ હતું .જેમાં 50 માઇક્રોન સુધી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતાં દુકાનદારો અને લારી ગલ્લાવાળા પર સપાટો બોલાવીને 50 કિલો ઉપરાંત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડીને કબજે લીધો હતો.જેના કારણે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શહેરમાં પાણીનાં પાઉચ, પ૦ માઇક્રોન સુધીની પ્લા‌સ્ટિક બેગ, પાન-મસાલાના લારી- ગલ્લામાં વપરાતાં પ્લા‌સ્ટિકનાં રેપર્સ, ચા-કોફીની કીટલીમાં વપરાતા પ્લા‌સ્ટિક કપના વપરાશ, વેચાણ અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો અને સમગ્ર જિલ્લામાં નગરપાલિકાઓ દ્વારા પ્લાસ્ટિકના વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ, ચાના કપ, ઝભલાઓ જપ્ત કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ કામગીરી અટકાવી દેતા પ્લાસ્ટિકના વહેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની બનાવટોનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું જેને લઇ બોરસદ નગરપાલિકા દ્વારા બુધવારે પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેને પાલિકા ટીમ દ્વારા કબ્જે લેવામાં આવ્યો હતો અને છેલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે જો હવે પછી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા ઝડપાશે તો કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે તેવી ચેતવણીતી વેપારીમાં ફફડાટ ફેલાયો છે.

X
બોરસદમાંથી નગરપાલિકાએ 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App