ભાદરણ સફાઈ કર્મીઓનું ઉપવાસ આંદોલન : વધુ 1ની તબિયત લથડી

આંદોલનના ત્રણ દિવસ વિતવા છતાં તંત્ર ફર્કયુ જ નથી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
ભાદરણ સફાઈ કર્મીઓનું ઉપવાસ આંદોલન : વધુ 1ની તબિયત લથડી
બોરસદના ભાદરણ ગ્રામ પંચાયતના સફાઈ કામદારો છેલ્લા 3 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ત્રીજા દિવસે વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી જેને ભાદરણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી.

ભાદરણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં માટે રૂપિયા લીધા હોઈ તેવા આક્ષેપ સાથે સફાઈ કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી પરંતુ તેઓને ન્યાય ન મળતા 15 સફાઈ કર્મચારીઓએ મંગળવારથી આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.ઉપવાસીઓમાં બુધવારે એક ઉપવાસીની તબિયત લથડતા વડોદરા ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની હાલત સ્થિર છે ત્યારે ગુરુવારે વધુ એક મહિલા સફાઈ કામદાર ચંદ્રિકાબેન ઠાકોરભાઈ હરિજનની તબિયત લથડી હતી જેને લઇ તેઓને તાત્કાલિક ભાદરણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા અને તેઓને દાખલ કરવામાં આવ્યા હતા ઉપવાસ આંદોલનના ત્રણ દિવસ થતા કોઈપણ પક્ષના રાજકીય નેતા કે આગેવાનોએ તેઓની મુલાકાત લીધી નથી તેવું ઉપવાસીઓએ જણાવ્યું હતું.

અનુસંધાન પાના નં. 3 પર

અસરગ્રસ્તને તાત્કાલીક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો.

X
ભાદરણ સફાઈ કર્મીઓનું ઉપવાસ આંદોલન : વધુ 1ની તબિયત લથડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App