• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Borsad
  • બોરસદ તાલુકાના ભાદરણ ગંભીરા માર્ગ પર બુધવારે સવારે સાત કલાકે ત્રણ

બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા માર્ગ પર બુધવારે સવારે સાત કલાકે ત્રણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા માર્ગ પર બુધવારે સવારે સાત કલાકે ત્રણ ટ્રકો એકબીજાની ઓવરટેક કરવા જતાં ત્રણેય ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકના ચાલકને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને કરાઈ હતી. જેને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે સ્થાનિક મુસાફરો, નોકરિયાત અને શાળાએ જતા બાળકો અટવાયા હતા. જોકે, ભાદરણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રોડ પરથી ત્રણેય ટ્રકો હટાવીને ટ્રાફિક હળવો કર્યો હતો.

પીપળી પાસે ટ્રીપલ અકસ્માત શાળાએ જતાં વિદ્યાર્થીઅો સહિત વાહન ચાલકો 1 કલાક ટ્રાફિકમાં અટવાયા : એકને ઈજા

અન્ય સમાચારો પણ છે...