બોરસદ સીંગલાવ રોડનું કામ ખોંરભે: વાહનચાલકો પરેશાન
ગુજરાતસરકાર દ્વારા રૂ 1.41 કરોડના ખર્ચે ત્રણ માસ અગાઉ બોરસદ થી સીંગલાવ ગામે જવાનો રોડ મંજુર કરેલ જેનું ખાતમુર્હુત પણ રાજકિય નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ ખાતમુર્હુતના ચાર દિવસ બાદ કોઇ કારણસર કામ અટકાવી દેવામાં આવ્યું હતું.આજે પણ બંધ હાલતમાં છે. ત્યારે રોડની બંને તરફ એક-બે ફટ ખોદી કાઠવામાં આવેલ હોય અને રસ્તા પર રેતી કપચીના ઠગલા કરેલ હોયરોડ પરથી ચાલીને પસાર થવુ પણ મુશ્કેલ બની ગયું છે.
ત્યારે રોડની બંને તરફ 10 જેટલી સોસાયટીઓ અને બે હોસ્પિટલો આવેલ છે.તેથી રહીશો અને દર્દીઓને અવરજવર કરવી મુશ્કેલ બનેલ છે. હોસ્પિટલ સંચાલકો દ્વારા લેખિત મૌખિક રજૂઆત વારંવાર માર્ગ મકાન પંચાયત વિભાગને જણાવેલ છે. પરંતુ માત્ર દિલાસો આપવામાં આવે છે. કોઇ કામ શરૂ કરવામાં આવતુ નથી. છેલ્લા ત્રણ મહિનાની ત્રાહિમામ થયેલ રાહદારિયો વાહનચાલકો ને વરસાદ ટાંણે ઘણી મુશ્કેલીમાં મુકાય જશે.
બિસ્માર રોડના કારણે રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.