તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Borsad
  • જાત તપાસ | ડ્રેનેજ વિભાગની ફરિયાદોને લઇ ચીફ ઓફિસરે તપાસ કરતા અનેક ઠેકાણે છીંડા સામે આવતા એન્જિનિ

જાત તપાસ | ડ્રેનેજ વિભાગની ફરિયાદોને લઇ ચીફ ઓફિસરે તપાસ કરતા અનેક ઠેકાણે છીંડા સામે આવતા એન્જિનિયરને જાહેરમાં ખખડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદશહેરમાં ડ્રેનેજ વિભાગની ચાલતી લાલીયાવાડી ખુલ્લી પડી ગઈ હતી. ચીફ ઓફિસરે જાત તપાસ કરતાં અનેક સ્થળે છીંડા જોવા મળ્યાં હતાં. જે સંદર્ભે એન્જિનીયરને જાહેરમાં ખખડાવી નાંખતા લોકો પણ સ્તબ્ધ થઇ ગયાં હતાં.

બોરસદ શહેરમાં ગટરોની લાઈનો તૂટવા, ગટરો ઉભરાવવા જેવી સમસ્યાઓ હમેશા રહે છે. શહેરના દરેક વિસ્તારમાં રોજે રોજ ગટર ઉભરાવવાના પ્રશ્ન સર્જાય છે, ગટરોની નિયમિત સાફસફાઈ કરવામાં આવતી હોવાનું પણ નગરજનો જણાવી રહ્યા છે. સૂર્યમંદિરથી મર્કન્ટાઈલ બેન્ક સુધીની વરસાદી પાણીના નિકાલની કાંસમાં પાલિકા તંત્ર દ્વારા ગટરનું પાણી છોડવામાં આવતું હોવાથી કાંસ વગર વરસાદે છલ્લોછલ ભરાઈને જાય છે. જેને લઇ સોમવારે સવારે કાઉન્સિલર શૈલેષભાઈ શાહ બાબતે ચીફ ઓફિસરને રજુઆત કરવા ગયા હતા. જેથી ચીફઓફિસર હિરલબેન ઠાકર જે સ્થળે કાંસમાં ગટરનું પાણી છોડવામાં આવે છે, તે સ્થળની રૂબરૂ સ્થળ તપાસ કરવા ગયા હતા. જ્યાં અરજદારો દ્વારા કરવામાં આવતી રજૂઆતો સાચી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ચીફ ઓફિસરએ તત્કાલ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના એન્જીનીયર અતુલ પટેલને બોલાવીને જાહેરમાં ખખડાવી નાખ્યા હતા.

અનેક રજૂઆત આવતા.. તપાસ કરી તાે લાલિયાવાડી સામે આવી

બાબતે નગરપાલિકાના ચીફઓફિસર હિરલબેન ઠાકરએ જણાવ્યું હતું કે ‘આ બાબતે અનેકવાર રજૂઆતો મળતા આજે હું જાત તપાસ માટે નીકળી હતી. પાંચેય પમ્પીંગ સ્ટેશનની મેં રૂબરૂ મુલાકાત લેતા બે પમ્પીંગ સ્ટેશન બંધ હાલતમાં હતા. જેથી ગટરનું પાણી કાંસમાં છોડવામાં આવતું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા. જેથી બાબતે ગટરના એન્જિનિયર અતુલ પટેલને નોટિસ આપી 15 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી અને જોડાણ પણ કરી દેવા સૂચના આપી દીધી છે. જો આમ કરવામાં નહિ આવે તો નોકરીમાંથી છુટા કરી દેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કોઈપણ સેહશરમ રાખવામાં આવશે નહીં. અગાઉના ઇન્સ્પેકટર દ્વારા પણ પમ્પીંગ સ્ટેશનની મોટરોમાં ગંભીર ગોલમાલ કરવામાં આવે છે. જે બાબતે ટૂંક સમયમાં તમામ પમ્પીંગ સ્ટેશનની જૂની અને નવી મોટરો અને હયાત મોટરોની ગણતરી કરવામાં આવશે અને કસૂરવાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.’

બોરસદના ચીફ ઓફિસરે એન્જિનિયરનો ઉઘડો લીધો

અન્ય સમાચારો પણ છે...