બોરસદ કોલેજમાં વિશ્વયોગ દિનની ઉજવણી કરાઇ
બોરસદ |બોરસદ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓને યોગની તાલીમ યાેગના ટ્રેનર બ્રીજરાજસિંહ સરવૈયાએ આપી હતી. યોગના વિવિધ આસનો કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને બિનશૈક્ષણિક, કર્મચારીઓએ કર્યા હતા. કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ આચાર્ય પ્રા. આર. એમ. પટેલના માર્ગદર્શનના કેપ્ટન મનોજભાઇ પરમાર અને એનએસએસના પ્રો. ડી. એચ. વિરોજાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.