બોરસદ પાલિકા સરકારી તંત્ર સામે ઘુંટણીયે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદપાલિકાને માર્ચ મહિના આવતાં અચાનક વેરા વસુલાત માટે શુરાતન ઉપડે છે, પ્રજાને આડેધડ નોટીસ આપી વેરા વસુલાત માટે દોડતા કરી દેવામાં આવે છે. જોકે, સરકારી તંત્ર સામે તેઓ વસુલાત લેવામાં પાછી પાની કરે છે. બોરસદ શહેરમાં આવેલા વિવિધ સરકારી વિભાગ પાસેથી પાલિકાને 11.52 લાખ વસુલાત નીકળે છે. પરંતુ તે વેરા મહિના અંત સુધીમાં પણ વસુલી શકી નથી.

બોરસદ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત બાબતે ચાલુ મહિને ખાસ ડ્રાઇવ યોજી હતી. મિલકતો સીલ કરવા ઉપરાંત નોટીસ ફટકારવા સહિતની કામગીરી હાથ ધરી હતી. જેને પગલે જુના બાકીદારોએ દોડાદોડી કરીને પણ નાણાં ભરી દીધાં હતાં. જોકે, સામાન્ય પ્રજા પર સુરતાન બતાવનાર પાલિકા પોતાના બાબુ પાસેથી વેરા વસુલવા ઉણી ઉતરી છે. બોરસદના વિવિધ સરકારી વિભાગમાં પાલિકાને બધુ મળીને કુલ 11.52 લાખનો મિલકત વેરો વસુલવાનો બાકી નીકળે છે. જેમાં નવી તાલુકા પંચાયત ભવન, ડીઇ પંચાયત ભવન, તાલુકા પંચાયત કમ્પાઉન્ડ સ્ટોર, તાલુકા પંચાયત ગોડાઉન, પંચાયત મકાન, હોમગાર્ડ કચેરી, મામલતદાર ઓફિસ, મધ્યાહન ભોજન યોજના, પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન, કોન્સ્ટેબલ ક્વાટર્સ સહિતની અન્ય સરકારી વિભાગની મુખ્ય કચેરીનો સમાવેશ થાય છે.

કયા વિભાગના કેટલા નાણા બાકી

વિભાગ બાકી નાણાં

પીડબલ્યુડી28,328

તાલુકા પંચાયત 3,71,185

મામલતદાર 90,481

પોલીસ સ્ટેશન 6,62,154

કુલ 11,52,148

એક માસમાં પાલિકા દ્વારા પ્રજા પાસેથી 25 લાખની વસુલાત કરાઈ

અન્ય સમાચારો પણ છે...