પીઠા ગામ પાસે બે માસુમ બાળકો ટ્રેન નીચે કચડાતા મોતને ભેટ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીનજીકના પીઠા ગામે રહેતા કલ્યાણસિંહ બારીયાની ત્રણ વર્ષની પુત્રી શિવાંગી અને નિમેશભાઈ બારીયા નો અઢી વર્ષનો પુત્ર રુદ્ર ગામમાંથી રમતા રમતા નજી માં આવેલી રેવે ટ્રેક પર પહોંચી ગયા હતા અને તેઓ ઘર આંગણેના દેખાતા તેઓને પરિજનો શોધી રહ્યા હતા.બીજી તરફ બોડેલી ના રેલવે સ્ટેશનથી નિત્ય કર્મ પ્રમાણે ડેમુ ટ્રેન વડોદરા તરફ માટે ઉપડી હતી.તે પીઠા પાસે થી પુરઝડપે જઈ રહી હતી.ત્યારે બન્ને માસૂમ બાળકો ટ્રેન નીચે ચગદાઈ ગયા હતા જેથી ટ્રેન પણ ત્યાં થોભી દેવાઈ હતી. ટ્રેનને થોભેલી જોઈને ગ્રામ જનો ત્યાં પહોંચ્યા ત્યારે માલુમ પડ્યું કે ગામના બે માસુમો કચડાયા છે.ટ્રેન નીચે ત્રણ વર્ષની શિવાંગીનું કચડાઈને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અઢી વર્ષના રુદ્રને ગંભીર પહોંચતા બોડેલી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.બનાવ બાદ ટ્રેન પંદરેક મિનિટ ઉભી રહ્યા પછી ત્યાંથી વડોદરા તરફ જતી રહી હતી.રેલવે અને બોડેલી પોલીસ બનાવ સબંધી તપાસ ચલાવી હતી.

બાળક અને બાળકીને રેલવે લાઇન પર રમતા હતાત્યારે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...