• Gujarati News
  • જબુગામ બોડેલી હાઇવે પર બે બાઇક ભટકાતાં બેનાં મોત

જબુગામ બોડેલી હાઇવે પર બે બાઇક ભટકાતાં બેનાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતઝોન ગણાતા જબુગામ બોડેલી હાઇવે માર્ગ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટાઉદેપુર નોકરી કરતાં દિકરાને ત્યાંથી વતન પરત ફરતાં અમૃતભાઇ વસાવા ઉ.વ. 62 તેમની પત્ની ગીતાબેન વસાવા તથા ત્રણ વર્ષની બાળકી ધ્રુવી રમેશભાઇ વસાવા રહે. તરોપા, નાંદોદ પોતાની બાઇક લઇ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન બોડેલી તરફથી આવતી બાઇકના ચાલક સાથે સામસામે ધડાકાભેર ભટકાતા હાઇવે પર ફંગોળાયા હતાં. જેમાં અકસ્માત સર્જાતા ત્રણ વર્ષિય બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અમૃતભાઇને 108માં લઇ જતાં રસ્તામાં તેઓનું મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમજ સામેની બાઇકના ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને બોડેલીની ખાનગીમાં સારવાર અર્થે ખસેડાયો હતો.અકસ્માત સંદર્ભે બેના મોત થતાં જબુગામ પોલીસે જાણ થતાં પોલીસે લાશોનો કબજો મેળવી અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જબુગામ