તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • છોટાઉદેપુર જિલ્લાની ચાર તાલુકા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરાયું

છોટાઉદેપુર જિલ્લાની ચાર તાલુકા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવરચિત છોટાઉદેપુર જિલ્લાની પૈકી 4 તાલુકા પંચાયતના મતદાર મંડળોની રચના તથા બેઠક ફાળવણી અંગેનું નવું સીમાંકન જાહેર કરાયું છે. ચૂંટણી પંચે છોટાઉદેપુર, નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકા પંચાયતનું સીમાંકન પ્રસિદ્ધ કર્યું છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતનું તેમજ જેતપુરપાવી અને કવાંટ તાલુકા પંચાયતનું સીમાંકન હજુ જારી કર્યું નથી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોશી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની 4 તાલુકા પંચાયતનાં સીમાંકન પ્રસિદ્ધ કરાયાં છે. જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા 23 વધારીને 26 કરાઇ છે. નસવાડી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા 17 થી વધારીને 22 કરાઇ છે. નવરચિત બોડેલી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા 26 નક્કી કરાઇ છે. જ્યારે સંખેડા તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા 23 થી ઘટાડીને 18 કરવામાં આવી છે.

છોટાઉદેપુર તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની 2,15,590 ની વસતી ધ્યાને લેવાઇ છે. નસવાડી તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની 1,55,543 ની વસતી ગણતરીમાં લેવાઇ છે. જ્યારે સંખેડા તાલુકા પંચાયત માટે તાલુકાની 1,05,952 ની જનસંખ્યા અને બોડેલી તાલુકા પંચાયત માટે તાલુકાની 1,83,850 ની વસતી ધ્યાને લેવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.

વડોદરા

જિલ્લા પંચાયત અને જેતપુરપાવી-કવાંટ તાલુકા પંચાયતનું સીમાંકન બાકી

તા.પં. કુલ અનુ. અ.આ. સા.શૈ. સા.સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી બીન બેઠકો જા. જા. પછાત -સામાન્ય - સામાન્ય -સામાન્ય -સામાન્ય અ. સા.

છોટાઉદેપુર 261 0 12 12 0 1 - -

નસવાડી220 1 10 09 1 1 - -

સંખેડા180 1 5 5 1 1 3 2

બોડેલી260 1 7 7 2 1 4 4

જિ.પં.ના સીમાંકનને લઇ ભારે ઉત્તેજના

જાન્યુઆરી-2015 માંવડોદરા જિલ્લાનું વિભાજન કરી નવી છોટાઉદેપુર જિલ્લા પંચાયતની રચના કરાઇ હતી. ત્યારબાદ પહેલી વખત છોટાઉદેપુર જિ.પં.ની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની છે. પહેલાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયતોના સીમાંકનની પ્રક્રિયાને લઇ રાજકીય મોરચે ગરમાવો વ્યાપ્યો છે.

4 તાલુકા પંચાયતની નક્કી કરાયેલી બેઠકોની માહિતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો